બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દેશની સૌથી સસ્તી EV પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, જાણો વાહનની કિંમત કેટલી છે?

ઓટો / દેશની સૌથી સસ્તી EV પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, જાણો વાહનની કિંમત કેટલી છે?

Nirav Kumar

Last Updated: 05:16 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઓછી કિંમતે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ટાટાની એક કાર તમારા માટે બેસ્ટ ડીલ સાબિત થઇ શકે છે. જેમાં Tata Tiago EV પર 1.45 લાખ રૂપિયા સુધી બચાવી શકાય એમ છે.

જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ટાટા ટિયાગો EV અત્યારે એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં આ કંપની જુલાઈ 2026 માં તેના પર ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેનાથી ગ્રાહકો 1.45 લાખ રૂપિયા સુધીનું સેવિંગ કરી શકશે. જેઓ પહેલીવાર ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ ઓફર આકર્ષક છે.

આ ઓફરમાં ટાટા ટિયાગો EV ની કિંમત તેની અગાઉની કિંમતની તુલનામાં ઘટડવામાં આવી છે. પણ આ ડિસ્કાઉન્ટ બધા વેરિઅન્ટમાં એક સરખું નથી. જેમાં મોડેલ અને ડીલરશીપ મુજબ બદલાઈ શકે છે. આ કાર પર મેક્સીમમ ડિસ્કાઉન્ટ 1.45 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 6.99 લાખ રૂપિયા છે.

  • ફીચર અને કેટેગરી

ટાટા ટિયાગો EV એ એક એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક હેચબેક કાર છે જે ખાસ કરીને ડેઇલી ડ્રાઇવિંગ માટે બની છે. તે બે બેટરી ઓપ્શન સાથે આવે છે. જેમાં પહેલું 19.2 kWh બેટરી પેક છે જે એક જ ફુલ ચાર્જ પર આશરે 200 થી 226 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. આ બેટરી ટૂંકા ડેઇલી મુસાફરી કરનારાઓ માટે બેસ્ટ છે.

બીજું ઓપ્શન 24 kWh બેટરી પેક છે અને લગભગ 250 થી 285 કિલોમીટરની રેન્જ આપી શકે છે. આ વેરિઅન્ટ એવા લોકો માટે બેસ્ટછે જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે કે જેમને વધુ બેકઅપની જરૂર હોય છે. બંને બેટરી ઓપ્શન શહેરી ડ્રાઇવિંગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ડેઇલી મુસાફરીને ઇઝી બનાવે છે.

વધુ વાંચો : કાર ખરીદવાની છે? આ લોકપ્રિય કાર્સ પર વરસ્યો ડિસ્કાઉન્ટનો વરસાદ!, જાણો કઈ તારીખ સુધી મળશે ઑફર

  • કારના ફીચર

આ કારની ચાર્જિંગની વાત કરીએ તો Tata Tiago EV ને DC ફાસ્ટ ચાર્જરમાં માત્ર 35 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. મતલબ કે જો તમે ટ્રિપ પર હોવ તો કારને સંપૂર્ણ રીતે ચાર્જ કરી શકાય છે અને ટૂંકા બ્રેકમાં જ ફૂલ ચાર્જ કરી શકો છો. આ ઇલેક્ટ્રિક કારમાં મોડર્ન ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્માર્ટફોન કનેક્ટિવિટી અને ઘણી જરૂરી સેફટી ફીચર આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tata Car Electric Car Tiago EV
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ