બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ICCએ જાહેર કર્યું પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટના નોમિનેટ પ્લેયર્સનું લિસ્ટ, 1 ભારતીય

સ્પોર્ટ્સ / ICCએ જાહેર કર્યું પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટના નોમિનેટ પ્લેયર્સનું લિસ્ટ, 1 ભારતીય

Jinal Chauhan

Last Updated: 12:56 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પહેલાં ICCએ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ માટે ચાર ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભારતીય સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાનો પણ સમાવેશ થયો છે જેણે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પહેલાં ICCએ ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી માટેની રેસ વધુ રસપ્રદ બનાવી છે. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ માટે ચાર ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાનો પણ સમાવેશ થયો છે. જોકે ભારતીય ટીમ આ વખતે સેમિફાઇનલ સુધી પહોંચી શકી નહોતી તેમ છતાં મંધાનાના શાનદાર પ્રદર્શનને ICCએ માન્યતા આપી છે.

ફાઇનલ પહેલાં ICCએ જાહેર કર્યા ચાર દાવેદાર

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં ICCએ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ માટે ચાર ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી, ભારતની સ્મૃતિ મંધાના, ઇંગ્લેન્ડની ડેની વ્યાટ-હોજ અને દક્ષિણ આફ્રિકાની મારિઝાન કપ્પનો સમાવેશ થાય છે.

સ્મૃતિ મંધાનાએ દેખાડ્યો ક્લાસ

ભારતની ઉપકપ્તાન અને ઓપનર સ્મૃતિ મંધાનાએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બેટથી અસરકારક પ્રદર્શન કર્યું હતું. તેમણે કુલ 205 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટના શરૂઆતના બે મુકાબલામાં મંધાનાએ અર્ધસદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક મેચમાં પણ તેમણે 38 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ટીમ આગળ ન વધી શકી હોવા છતાં તેમની બેટિંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

smruti.jpg

એલિસ પેરીનું ઓલરાઉન્ડ પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાની અનુભવી ઓલરાઉન્ડર એલિસ પેરીએ છ મેચમાં 185 રન બનાવ્યા છે. તેમની સરેરાશ 46.25 અને સ્ટ્રાઇક રેટ 135થી વધુ રહ્યો છે.બેટિંગ ઉપરાંત તેમણે ચાર વિકેટ પણ ઝડપી છે. ભારત અને પાકિસ્તાન સામેના મુકાબલામાં પેરીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ એ એક ઓવર, જેના લીધે ભારતીય ટીમની હાર થઈ, ખુદ કેપ્ટન અય્યરે જણાવ્યો ટર્નિંગ પોઈન્ટ

ડેની વ્યાટ-હોજે કર્યા સૌથી વધુ રન

ઇંગ્લેન્ડની આક્રમક બેટર ડેની વ્યાટ-હોજ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ પ્રભાવશાળી બેટર્સમાં સામેલ રહી છે. તેમણે અત્યાર સુધી 6 મેચમાં 294 રન નોંધાવ્યા છે. વેસ્ટ ઇન્ડિઝ સામે 65 અને ન્યૂઝીલેન્ડ સામે અણનમ 89 રનની ઇનિંગ્સ તેમના અભિયાનની ખાસ સિદ્ધિ રહી છે. ફાઇનલમાં પણ તેમની ભૂમિકા નિર્ણાયક બની શકે છે.

મારિઝાન કપ્પ મજબૂત દાવેદાર

દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મારિઝાન કપ્પે બેટ અને બોલ બંનેથી કમાલ બતાવી છે. તેમણે 124 રન બનાવ્યા છે અને સાથે 8 વિકેટ પણ લીધી છે. ભારત સામે તેમણે 81 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી અને બે વિકેટ પણ ઝડપી હતી. તેમના ઓલરાઉન્ડ દેખાવને કારણે તેમને આ એવોર્ડની સૌથી મજબૂત દાવેદારોમાં ગણવામાં આવી રહી છે. હવે નજર ફાઇનલ મુકાબલા પર છે, જ્યાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની જંગ બાદ ICC પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટના વિજેતાની પણ જાહેરાત કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Awards Smriti Mandhana Women's T20 World Cup 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ