બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરમાં યુવકનું કરાયું દિલધડક રેસ્ક્યૂ તો ઉનામાં ગામડાઓ બન્યા સંપર્ક વિહોણાં
Last Updated: 12:49 PM, 5 July 2026
ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર થોડા કલાકોમાં જ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદી બંને કાંઠે વહેતી થઈ છે. ગાંગડા ગામ નજીક આવેલી હોટલ ભગીરથમાં પૂરના પાણી ઘૂસી જતા હોટલનો ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પાર્કિંગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી કિનારાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે અને અનેક માર્ગો પર અવરજવર મુશ્કેલ બની છે.
જૂનાગઢથી માધવપુર જઈ રહેલો 22 વર્ષીય યુવક પાણીમાં ફસાતા કરાયું દિલધડક રેસ્ક્યૂ#Junagadh #Madhavpur #Rescue #Flood #GujaratRain #Monsoon2026 #VTVDigital pic.twitter.com/yfGsj0NQdh
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2026
ADVERTISEMENT
ગીર સોમનાથના ઉના વિસ્તારમાં વરસાદના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. સનખડા અને ખત્રીવાડા ગામો વચ્ચેનો માર્ગ ધોવાઈ જતાં બંને ગામો હાલ સંપર્કવિહોણા બન્યા છે. સતત વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પણ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગીર સોમનાથના ઉના વિસ્તારમાં વરસાદના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે pic.twitter.com/E3WLbyVZSC
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 5, 2026
ADVERTISEMENT
સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે. રાંદેર સિંગણપોર વિયર કમ કોઝવેની સપાટી 6.79 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમની સપાટી હાલમાં 308.76 ફૂટ નોંધાઈ છે, જે નિર્ધારિત રૂલ લેવલ 333 ફૂટ કરતાં હજુ નીચે છે. ડેમમાં હાલમાં 6,293 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે pic.twitter.com/BTENPvMCkx
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) July 5, 2026
ADVERTISEMENT
ઉકાઈ ડેમમાં હાલ 1,875.87 MCM લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. કાકરાપાર વિયરની સપાટી 160.60 ફૂટ નોંધાઈ છે અને ત્યાંથી 3,300 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. કાકરાપાર અને મોતીચેર મળીને હાલ તાપી નદીમાં કુલ 5,754 ક્યુસેક પાણી વહી રહ્યું છે. બીજી તરફ રાંદેર સિંગણપોર વિયર કમ કોઝવે પરથી હાલમાં અંદાજે 50,795 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમરેલીના 8થી વધુ ગામડાઓને કરાયા એલર્ટ, તો મહુવાની માલણ નદીમાં નવા નીરની આવક
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે. અહીં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. માંગરોળના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ખાસ કરીને સાગર સોસાયટીમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો એટલો વધુ છે કે લોકોને અવરજવર માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેતાં તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી, કોઝવે તથા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.