બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / માત્ર 24 કલાકમાં પરિપત્ર જાહેર, ખેડૂતોને માર્કેટ રેટના બમણા દરે વળતર, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય અમલમાં
Last Updated: 11:57 PM, 4 July 2026
રાજ્ય સરકારે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણયનો માત્ર 24 કલાકમાં પરિપત્ર જાહેર કરીને તેની અમલવારી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ ખેડૂત હિતલક્ષી નિર્ણયથી હવે ખેડૂતોને તેમના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે જંત્રીના દરને બદલે પ્રવર્તમાન બજાર ભાવના આધારે બમણા દરે વળતર મળશે.
ADVERTISEMENT
સરકારે આ નિર્ણયનો પરિપત્ર ઝડપથી જાહેર કરીને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા અને વહીવટી તંત્રની ઝડપી કાર્યક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિવિધ વિભાગોના મંત્રીઓ અને સચિવોના સુમેળભર્યા સંકલનથી સમગ્ર પ્રક્રિયા ટૂંકા સમયમાં પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી વીજ ટ્રાન્સમિશન લાઇનના કારણે જમીન પર અસર ભોગવતા ખેડૂતોને વધુ યોગ્ય અને વાસ્તવિક વળતર મળી શકશે. અગાઉ જંત્રીના આધારે ચૂકવાતું વળતર બજાર કિંમતની સરખામણીએ ઓછું હોવાનું ખેડૂતો રજૂઆત કરતા હતા. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે માર્કેટ રેટના આધારે બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ખેડૂતોના આર્થિક હિતો વધુ સુરક્ષિત બનશે તેમજ વિકાસના પ્રોજેક્ટ અને ખેડૂતોના હિત વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીઓને સકારાત્મક રીતે સ્વીકારીને ઝડપી અમલવારી કરી હોવાથી ખેડૂતોમાં પણ આ નિર્ણયને આવકાર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટ, રાજ્યમાં ભારે વરસાદ સાથે 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ખેડૂતોના કલ્યાણ અને તેમના આર્થિક હિતોની સુરક્ષા માટે આવનારા સમયમાં પણ આવા જનહિતલક્ષી નિર્ણયો લેવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.