બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 PM, 4 July 2026
Ram Mandir Donation Row: અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓની પૂછપરછ કરવાની પરવાનગી મળી ગઈ છે. આ આરોપીઓની રવિવારથી પૂછપરછ શરૂ થશે. એવું માનવામાં આવે છે કે કેટલાક નવા ખુલાસા થઈ શકે છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓની પૂછપરછ કરવા માટે અયોધ્યા પોલીસને પરવાનગી મળી ગઈ છે. જેલમાં બંધ પાંચ આરોપીઓ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, રામશંકર યાદવ ઉર્ફે ટીનુ, કરુણેશ પાંડે અને મનીષ યાદવની રવિવારથી પૂછપરછ શરૂ થશે.
અયોધ્યા પોલીસને દાન ચોરીના કેસમાં આરોપીઓની જેલમાં પૂછપરછ કરવાની પરવાનગી મળી ગઈ છે. રવિવારે પાંચ આરોપીઓની જેલમાં પૂછપરછ કરવામાં આવશે. મીડીયાને પોલીસના જણાવ્યા અનુસાર અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, રામશંકર યાદવ ઉર્ફે ટીનુ, કરુણેશ પાંડે અને મનીષ યાદવની રવિવારે પૂછપરછ કરવામાં આવશે. આ કેસના તપાસ અધિકારીએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ સ્પેશિયલ જજ રજત વર્માની કોર્ટમાં અરજી દાખલ કરીને જેલમાં પૂછપરછ માટે પરવાનગી માંગી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / ભાજપના ધારાસભ્ય રાજુ સિંહને 4 વર્ષની જેલ, 25 લાખનું વળતર પણ આપવું પડશે
ADVERTISEMENT
આ પહેલા પોલીસે અવિનાશની જેલમાં પૂછપરછ કરી હતી અને પછી તેની પોલીસ કસ્ટડી લીધી હતી. રવિવારથી પાંચેય આરોપીઓની જેલમાં પૂછપરછ કરવામાં આવશે, અને તેમના નિવેદનો નોંધવામાં આવશે. જો જરૂરી હોય તો વધુ પૂછપરછ પછી તેમને એક પછી એક પોલીસ કસ્ટડીમાં લઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.