બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:48 AM, 3 July 2026
અક્ષય કુમારની મલ્ટિસ્ટારર ફિલ્મે પહેલા વીકએન્ડમાં જ દર્શકોનો સારો પ્રતિસાદ મેળવ્યો હતો. ત્યારબાદ વર્કિંગ ડેઝ દરમિયાન પણ તેની કમાણી મજબૂત રહી. માત્ર 7 દિવસમાં ફિલ્મે અક્ષય કુમારની 'કેસરી ચેપ્ટર 2'ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. હવે ફિલ્મ મોટી હિટ બનવાની દિશામાં આગળ વધી રહી છે.
ADVERTISEMENT
અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ' શરૂઆતથી જ બોક્સ ઓફિસ પર સારી પકડ જમાવવામાં સફળ રહી છે. ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં કુલ 63.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ સોમવારથી ગુરુવાર સુધી પણ ફિલ્મની કમાણી સ્થિર રહી હતી.

ADVERTISEMENT
બુધવારે ફિલ્મે અંદાજે 6.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે ગુરુવારે લગભગ 5.25 કરોડ રૂપિયા કમાયા હતા. આ સાથે ફિલ્મનું પ્રથમ અઠવાડિયાનું કુલ કલેક્શન લગભગ 93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ખાસ વાત એ છે કે અક્ષય કુમારની અગાઉની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2'એ તેના સમગ્ર બોક્સ ઓફિસ રનમાં 93 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 'વેલકમ ટુ ધ જંગલ'એ આ આંકડો માત્ર 7 દિવસમાં જ સ્પર્શી લીધો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 35 વર્ષની વયે AIDS થી ગયો આ એક્ટ્રેસનનો જીવ, નાની ઉંમરથી હતી ખરાબ લતનો શિકાર
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ ફિલ્મનો બજેટ આશરે 125 કરોડ રૂપિયા છે. હળવી કોમેડી અને પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ હોવાથી બીજા વીકએન્ડમાં તેની કમાણીમાં ફરી વધારો થવાની શક્યતા છે. ટ્રેડ નિષ્ણાતોનું માનવું છે કે ફિલ્મ બીજા વીકએન્ડમાં જ પોતાના બજેટ જેટલી કમાણી કરી શકે છે.
આ વર્ષે 'ભૂત બંગલા'ની સફળતા બાદ અક્ષય કુમાર માટે આ બીજી મોટી હિટ સાબિત થઈ શકે છે. જો આવનારા દિવસોમાં પણ ફિલ્મને દર્શકોનો આ જ પ્રકારનો સપોર્ટ મળતો રહેશે તો 'વેલકમ ટુ ધ જંગલ' વર્ષની સૌથી સફળ ફિલ્મોમાં સ્થાન મેળવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.