ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:28 PM, 2 July 2026
ADVERTISEMENT
તાજેતરમાં 35 વર્ષીય એક્ટ્રેસના મોતે બધાને ચોંકાવી દીધા છે. હોરર ફિલ્મ "ધ રિંગ" અને ડિઝનીની "લિલો એન્ડ સ્ટીચ" ની સ્ટાર ડેવી ચેઝનું 16 જૂનના રોજ 35 વર્ષની વયે અવસાન થયું છે. તેના મૃત્યુના 15 દિવસ બાદ તેના મૃત્યુનું કારણ જાહેર થયું છે જેનાથી બધા ચોંકી ગયા છે.
ADVERTISEMENT
ડેવી ચેઝના મૃત્યુના બે અઠવાડિયા બાદ લોસ એન્જલસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરના ઓફીશીયલ રીપોર્ટથી બધા ચોંકી ગયા છે. આ રીપોર્ટ મુજબ માત્ર 35 વર્ષની વયે મૃત્યુ પામેલી આ એક્ટ્રેસનું મૃત્યુનું મુખ્ય કારણ એઇડ્સ હતું. આ રીપોર્ટમાં તેના મૃત્યુને નેચરલ ગણાવવામાં આવ્યું હતું. જેમાં મેડીકલ એક્ઝામિનરે "ક્રોનિક પોલિસબસ્ટન્સ યુઝ" (એક સાથે અનેક નશીલી દવાઓનો લાંબા સમય સુધી વધુ પડતો ઉપયોગ) ને પણ મૃત્યુનું મુખ્ય કારણ ગણાવ્યું છે. પણ હોસ્પિટલ મૃત્યુને નેચરલ મોત ગણ્યું છે.
ADVERTISEMENT

ડેવી ચેઝનું 16 જૂનના રોજ લોસ એન્જલસની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેના મેનેજર જોન રાયન જુનિયરે અગાઉ જણાવ્યું હતું કે, ડેવીને મેનિન્જાઇટિસ થયો હતો, જેના કારણે પાછળથી સેપ્સિસ થયો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ અંગે ડેવી ચેઝના પિતા જોન ડેવિડ શ્વાલીયરે ખુલાસો કર્યો કે તેની પુત્રી તેના અંતિમ દિવસોમાં ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. તે બેઘર થઇ ગઈ હતી અને લોસ એન્જલસમાં તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ તે 13 વર્ષની ઉંમરથી ડ્રગ્સની વ્યસની હતી.
ADVERTISEMENT
ડેવી ચેઝે ચાર વર્ષની ઉંમરે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. સાત વર્ષની ઉંમરે તેને "સબ્રિના ધ ટીનેજ વિચ" શો સાથે હોલીવુડમાં પોતાનો પહેલો મોટો બ્રેક મેળવ્યો હતો. 2002ની આઇકોનિક હોરર ફિલ્મ "ધ રિંગ" માં તેના રોલે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ શાનદાર એક્ટિંગથી તેને 2003 માં બેસ્ટ વિલન માટે MTV મૂવી એવોર્ડ મળ્યો હતો.
ADVERTISEMENT
વર્ષ 2003માં તેને ડિઝનીની બ્લોકબસ્ટર એનિમેટેડ ફિલ્મ "લિલો એન્ડ સ્ટીચ" માં મુખ્ય રોલ લિલોને અવાજ આપ્યો હતો જેના માટે તેને "એની એવોર્ડ" મળ્યો હતો. તેને ઓસ્કાર વિનર જાપાનીઝ એનિમેશન "સ્પિરિટેડ અવે" ના અઈંગ્લીશ વર્ઝનમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. વર્ષ 2015-16 બાદ ડેવી એક્ટિંગથી સંપૂર્ણરીતે દૂર થઈ ગઈ હતી. ત્યાર બાદ તેનની લાઈફ વિવાદો, ડ્રગના કેસ અને કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT