બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધ્યું છે કોલેસ્ટ્રોલ? દવાઓ વગર આ ચીજોથી થઈ જશે કન્ટ્રોલમાં
Last Updated: 04:06 PM, 30 June 2026
બોડીમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે અનેક સમસ્યા થઇ શકે છે. જેમ કે, થાક અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થાય છે. જેમાં અમુક ડોક્ટર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે. તેમાં જો કોલેસ્ટ્રોલનું લેવલ 220 mg/dL અને LDL (બેડ કોલેસ્ટ્રોલ)નું લેવલ 105 mg/dL આવે તો ઊંચું કોલેસ્ટ્રોલનું લેવલને ઘટાડવાનું કહેવામાં આવે છે. જેમાં લાઈફસ્ટાઈલમાં અમુક ફેરફારો કરવાની સલાહ આપી શકાય છે. જો તમે ડોક્ટરની સલાહનું પાલન કરો છો તો કોલેસ્ટ્રોલનું લેવલ પાછું કંટ્રોલમાં આવી શકે છે.
ADVERTISEMENT
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમારે તમારા આહારમાં સોલ્યુબલ ફાઇબરનો સમાવેશ કરવો જોઈએ. જેમાં ઓટ્સ, જવ, કઠોળ, મસૂર અને ચણા ખાઓ. ફળોમાં સફરજન, નારંગી અને નાસપતી ફાયદાકારક છે. સ્વસ્થ ચરબી ખાવી પણ જરૂરી છે. ઓલિવ, સરસવ કે મગફળીનું ઓઇલ મધ્યમ માત્રામાં વાપરો. ડ્રાયફ્રુટ પણ ખાઓ તે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું મનાય છે. જો તમે માંસાહારી ખોરાક ખાઓ છો તો અઠવાડિયામાં બે થી ત્રણ વખત સૅલ્મોન, સારડીન અને મેકરેલ જેવી માછલી ખાઓ.

ADVERTISEMENT
તેલ, માખણ, ઘી, ક્રીમ, પ્રોસેસ્ડ મીટ, બેકરી પ્રોડક્ટ અને તળેલા ફાસ્ટ ફૂડનું સેવન ઓછું કરો. તેને સ્વસ્થ અનસેચ્યુરેટેડ ફેટથી રિપ્લેસ કરો. એવોકાડો અને ઓલિવ સારા સ્ત્રોત છે.
ADVERTISEMENT
આ સિવાય દરરોજ કસરત કરવાનું ભૂલશો નહીં. તમે ચાલવાથી લઈને તરવા સુધી કંઈપણ એક્ટિવિટી કરી શકો છો. જેમાં વજન ઘટાડવું. તમારા વજનના 5-10% પણ ઘટાડવાથી તમારા કોલેસ્ટ્રોલના લેવલમાં સુધારો થઈ શકે છે. સ્મોકિંગ છોડો અને દારૂનું સેવન ઓછું કરો. આ પગલાંઓનું પાલન કરવાથી તમારા કોલેસ્ટ્રોલ સરળતાથી ઘટી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ આહાર અને લાઈફસ્ટાઈલ થી હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. પણ ધ્યાનમાં રાખો કે જો તમારા ડૉક્ટરે દવાઓ લખી આપી હોય તો તમારે આ લાઈફસ્ટાઈલને અનુસરીને તે લેવી જોઈએ. તમારા ડૉક્ટર શું સલાહ આપે છે તેના પર ધ્યાન આપો. જો તમારું કોલેસ્ટ્રોલ ખૂબ ઊંચું હોય તો લાઈફસ્ટાઈલના વિચાર સાથે દવાઓનો ઉપયોગ ઘણીવાર પહેલા કરવામાં આવે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.