બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો, નહીંતર જતી રહેશે LPG e-KYC ની ડેડલાઇન, પછી નહીં મળે સિલિન્ડર
Last Updated: 12:49 PM, 21 August 2026
LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી ગઈ છે. ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસના ગ્રાહકોએ 23 ઓગસ્ટ 2026 પહેલાં e-KYC કરાવવી પડશે. જો સમયસર e-KYC નહીં કરાવો તો LPG સિલિન્ડરની બુકિંગ અને સબસિડી પર અસર થઈ શકે છે. સારા સમાચાર એ છે કે ગ્રાહકો ઘરે બેઠા મોબાઇલથી આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે. ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસના ગ્રાહકો માટે LPG e-KYC વેરિફિકેશન જરૂરી છે. તેની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2026 છે. એટલે ગ્રાહકોએ આ તારીખ પહેલાં e-KYC પૂર્ણ કરવી પડશે. સમયમર્યાદા ચૂકી જવાથી LPG કનેક્શન અને સિલિન્ડરની બુકિંગ પર અસર થઈ શકે છે. સબસિડી મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
ADVERTISEMENT
LPG e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. એટલે ગ્રાહકો પાસે હવે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખૂબ ઓછો સમય બાકી છે. જો તમે હજુ સુધી e-KYC કરાવી નથી તો છેલ્લી તારીખની રાહ જોયા વગર પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જરૂરી છે. ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસના ગ્રાહકો પોતાના મોબાઇલથી e-KYC કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
LPG e-KYCની પ્રક્રિયા ઘરે બેઠા મોબાઇલથી પૂર્ણ કરી શકાય છે. ઇન્ડેન ગ્રાહકો IndianOil ONE App અને Aadhaar FaceRD Appનો ઉપયોગ કરી શકે છે. ભારત ગેસના ગ્રાહકો Hello BPCL App દ્વારા e-KYC કરી શકે છે. જ્યારે HP ગેસના ગ્રાહકો HP Pay App અથવા Aadhaar FaceRD Appની મદદથી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

ADVERTISEMENT
e-KYC માટે ગ્રાહકો પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત LPG ખાતા અથવા આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર પણ જરૂરી રહેશે. ગ્રાહક પાસે LPG કન્ઝ્યુમર નંબર અથવા LPG ID હોવી જોઈએ. સંબંધિત ગેસ કંપનીની એપ અને જરૂર પડે ત્યારે Aadhaar FaceRD App પણ જરૂરી બની શકે છે. ફેસ ઓથેન્ટિકેશન માટે આધાર આધારિત ચકાસણી કરવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ શું તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ? તો ચેતી જજો, નહીંતર બંધ થઇ જશે!
ADVERTISEMENT
સૌ પ્રથમ IndianOil ONE App ડાઉનલોડ કરીને ખોલો. LPG કનેક્શન સાથે જોડાયેલા મોબાઇલ નંબરથી લોગિન અથવા રજિસ્ટ્રેશન કરો. જરૂર પડે તો 16 અંકની LPG IDથી તમારું ઇન્ડેન LPG એકાઉન્ટ લિંક કરો. ત્યારબાદ e-KYC અથવા આધાર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરો અને આધાર આધારિત વેરિફિકેશન માટે સંમતિ આપો. સૂચના મળે ત્યારે Aadhaar FaceRD App ખોલીને ફેસ સ્કેન પૂર્ણ કરો અને વેરિફિકેશન સબમિટ કરો.
ભારત ગેસના ગ્રાહકોએ Hello BPCL App ડાઉનલોડ કરીને ખોલવી પડશે. LPG સાથે જોડાયેલા મોબાઇલ નંબરથી લોગિન અથવા રજિસ્ટ્રેશન કર્યા બાદ OTPથી મોબાઇલ નંબર વેરિફાય કરો. ત્યારબાદ તમારું ભારત ગેસ LPG કનેક્શન પસંદ કરો અને e-KYC અથવા આધાર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરો. આધાર વેરિફિકેશન માટે સંમતિ આપ્યા બાદ જરૂરી સૂચનાઓ મુજબ ફેસ સ્કેન પૂર્ણ કરો અને e-KYC સબમિટ કરો.
HP ગેસ ગ્રાહકો માટે HP Pay Appની મદદથી e-KYC કરી શકાય છે. એપ ડાઉનલોડ કરીને LPG કનેક્શન સાથે જોડાયેલા મોબાઇલ નંબરથી લોગિન અથવા રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ તમારું HP ગેસ LPG એકાઉન્ટ પસંદ કરીને e-KYC અથવા આધાર ઓથેન્ટિકેશન વિકલ્પ પર જાઓ. આધાર આધારિત વેરિફિકેશન માટે સંમતિ આપો અને જરૂરી સૂચના મળે ત્યારે Aadhaar FaceRD Appનો ઉપયોગ કરો. ફેસ સ્કેન પૂર્ણ કર્યા બાદ વેરિફિકેશન સબમિટ કરો અને એપમાં e-KYC પૂર્ણ થયાની પુષ્ટિ તપાસો.
સમયસર e-KYC પૂર્ણ ન કરવાથી LPG કનેક્શનની સેવાઓ પર અસર થઈ શકે છે. e-KYC પૂર્ણ ન થાય ત્યાં સુધી કનેક્શનને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને LPG સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. સબસિડી પર પણ અસર થવાની શક્યતા છે. લાંબા સમય સુધી પ્રક્રિયા પૂર્ણ ન કરવામાં આવે તો કનેક્શન રદ થવાની પણ શક્યતા રહે છે. તેથી ગ્રાહકોએ 23 ઓગસ્ટ પહેલાં e-KYC પૂર્ણ કરી લેવી વધુ યોગ્ય રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT