ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ? તો ચેતી જજો, નહીંતર બંધ થઇ જશે!
Last Updated: 10:56 AM, 19 August 2026
ADVERTISEMENT
દેશની મોટી સરકારી બેંકોમાં સામેલ પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને સોશિયલ મીડિયા દ્વારા મહત્વની માહિતી આપી છે. બેંકે જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા કેટલાક બેંક એકાઉન્ટ્સને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી માટે 13 સપ્ટેમ્બર 2026ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે દરેક PNB ખાતું બંધ નહીં થાય. માત્ર એવા ખાતાઓ આ પ્રક્રિયામાં આવશે જે ચોક્કસ શરતો પૂરી કરે છે.
ADVERTISEMENT
PNBના એલર્ટ મુજબ એવા ઇનઓપરેટિવ એકાઉન્ટ્સને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન થયો નથી. આ ઉપરાંત 30 જૂન 2026 સુધી આવા ખાતામાં બાકી બેલેન્સ પણ શૂન્ય હોવું જરૂરી છે. એટલે કે ત્રણ વર્ષથી વધુ સમયથી કોઈ લેવડદેવડ ન થઈ હોય અને ખાતામાં એક પણ રૂપિયા ન હોય તેવા ખાતાઓ આ પ્રક્રિયામાં આવી શકે છે. આવા ખાતાઓને 13 સપ્ટેમ્બર 2026 બાદ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
PNBએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ નોટિસ એવા ખાતાધારકો માટે છે જેમના ખાતામાં 30 જૂન 2026 સુધી ત્રણ વર્ષથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. સાથે જ ખાતામાં બાકી રકમ શૂન્ય છે. જો તમારું ખાતું પણ આ બંને શરતોમાં આવે છે તો સમયસર બેંકનો સંપર્ક કરવો જરૂરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'કચ્ચા બદામ' ગર્લ અંજલિ અરોરા બની માતા સીતા, ફિલ્મનું ટીઝર આવતા જ યુઝર્સ ભડક્યાં
ADVERTISEMENT
બેંકના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી કોઈ ઉપયોગમાં ન હોય તેવા ખાતાઓમાં ગ્રાહકો તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આવા નિષ્ક્રિય ખાતાઓનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે અને તેનાથી જોડાયેલા જોખમો પણ ઊભા થઈ શકે છે. આ પ્રકારના જોખમને ઘટાડવા અને ખાતાઓના સંભવિત દુરુપયોગને રોકવા માટે બેંકે આવા ખાતાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું બેંકિંગ સુરક્ષા સાથે પણ જોડાયેલું છે.
ADVERTISEMENT
જો તમારું ખાતું ઉપર જણાવેલી શરતોમાં આવે છે તો 13 સપ્ટેમ્બર પહેલાં તેને ફરી એક્ટિવ કરાવવું જરૂરી છે. આ માટે સંબંધિત PNB બેંક બ્રાન્ચમાં જઈને જરૂરી KYC દસ્તાવેજો જમા કરાવવા પડશે. ત્યારબાદ બેંકની પ્રક્રિયા મુજબ ઇનએક્ટિવ એકાઉન્ટને ફરી રિ-એક્ટિવ કરાવી શકાય છે. સમયસર કાર્યવાહી કરવાથી ગ્રાહક બેંકની સેવાઓનો લાભ આગળ પણ લઈ શકશે.
ADVERTISEMENT
લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા ખાતાઓને લઈને બેંક સતત નજર રાખી રહી છે. બેંકિંગ નિયમો હેઠળ ગ્રાહકો માટે KYC સહિતની વિગતો સમયસર અપડેટ રાખવી પણ મહત્વપૂર્ણ છે. જો તમને તમારા PNB ખાતાની સ્થિતિ અંગે કોઈ જાણકારી ન હોય અથવા તમારું ખાતું આ કેટેગરીમાં આવે છે કે નહીં તે સમજાતું ન હોય તો નજીકની PNB બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ. PNBએ ગ્રાહકોની મદદ માટે ટોલ ફ્રી નંબર 1800-1800 અને 1800-2021 પણ જાહેર કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT