બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / WhatsApp પછી હવે Telegram અને Signal ને કેન્દ્ર સરકારની નોટિસ: ‘યુઝરનેમ’ ફીચરથી સરકાર લાલઘૂમ
Last Updated: 12:12 AM, 3 July 2026
ભારતમાં અત્યંત લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કડક વલણ અપનાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર વધુ એક્શન મોડમાં આવી ગઈ છે. વોટ્સએપ દ્વારા આ ફીચર લોન્ચ થયાના ગણતરીના કલાકોમાં જ નોટિસ મોકલીને સવાલો પૂછ્યા બાદ, હવે સરકારે આ જ પ્રકારની સુવિધા આપતી અન્ય મેસેજિંગ એપ્સ ટેલિગ્રામ અને સિગ્નલને પણ આડે હાથ લીધી છે. કેન્દ્ર સરકારે આ બંને વૈશ્વિક પ્લેટફોર્મ્સને નોટિસ મોકલીને ખુલાસો માંગ્યો છે.
ADVERTISEMENT
After Meta, Centre issues notices to Telegram, Signal over 'username' feature
— ANI Digital (@ani_digital) July 2, 2026
Read @ANI Story I https://t.co/UvNXM0DbxQ#Meta #Telegram #MeitY pic.twitter.com/qmtPUtKrFT
ADVERTISEMENT
એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ મામલામાં પોતાની તપાસનો વ્યાપ વધારી દીધો છે. IT મંત્રાલયે ટેલિગ્રામ અને સિગ્નલ કંપનીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે તેઓ પોતાના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ યુઝરનેમ ફીચર દ્વારા થતી ઓનલાઇન છેતરપિંડી, ખોટી ઓળખ ઊભી કરવી (ઇમ્પર્સનેશન) અને અન્ય સાયબર ગુનાઓ સામે લડવા માટે કેવા નક્કર પગલાં લઈ રહ્યા છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ખાસ કરીને ટેલિગ્રામને સવાલ કર્યો છે કે તેને પોતાના પ્લેટફોર્મ પર આ ફીચર ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવી જોઈએ? અને આ ફીચરના સંભવિત દુરુપયોગને રોકવા માટે તેમની પાસે કઈ સુરક્ષા સિસ્ટમ કે કાયદાકીય ઉપાયો ઉપલબ્ધ છે?

ADVERTISEMENT
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારનું આ નવું પગલું મેટાની માલિકી ધરાવતી કંપની વોટ્સએપને નોટિસ જારી કર્યાના તુરંત બાદ આવ્યું છે. સરકારે વોટ્સએપના આગામી યુઝરનેમ ફીચરના રોલઆઉટ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. સરકારનું માનવું છે કે યુઝર્સને પોતાનો ફોન નંબર શેર કર્યા વિના જ અન્યો સાથે વાતચીત કરવાની સુવિધા આપવાથી ઓનલાઇન છેતરપિંડી, ફિશિંગ (Phishing), ડિજિટલ અરેસ્ટ અને ઓળખની ચોરી જેવા ગંભીર સાયબર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
સરકારે વોટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી સંબંધિત સરકારી અધિકારીઓ સાથે આ વિષય પર સંતોષકારક પરામર્શ અને ચર્ચા પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ ફીચર ભારતમાં લોન્ચ કરવામાં ન આવે. આ સાથે જ, નિયમોનું ઉલ્લંઘન થવા પર આઈટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જો કે આ ફીચર કાયમ માટે બંધ થશે કે ચાલુ રહેશે, તેનો અંતિમ નિર્ણય કંપનીઓ તરફથી મળનારા સંતોષકારક જવાબો પર નિર્ભર રહેશે.
આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર
ADVERTISEMENT
આ વિવાદ પર વોટ્સએપે પોતાની સફાઈ આપતા જણાવ્યું છે કે તેણે પ્લેટફોર્મ પર છેતરપિંડી રોકવા માટે પહેલેથી જ ઘણી સુરક્ષાત્મક વ્યવસ્થાઓ કરી લીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, હાઇ-પ્રોફાઇલ હસ્તીઓ, જાણીતી વ્યક્તિઓ, સરકારી સંસ્થાઓ અને વેરિફાઇડ એકાઉન્ટ્સના યુઝરનેમ અગાઉથી જ રિઝર્વ એટલે કે સુરક્ષિત રાખી દેવામાં આવ્યા છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો ખોટો ઉપયોગ ન કરી શકે. આ ઉપરાંત, પ્રખ્યાત નામોને મળતા આવતા ફેક કે નકલી યુઝરનેમ બનાવવાની પ્રક્રિયાને પણ સિસ્ટમ દ્વારા બ્લોક કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.