બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / સાંજે ખાબક્યો ધોધમાર વરસાદ, સેટેલાઈટ-વસ્ત્રાપુર-એસજી હાઈવે સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ / સાંજે ખાબક્યો ધોધમાર વરસાદ, સેટેલાઈટ-વસ્ત્રાપુર-એસજી હાઈવે સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ

Kalpesh Kandoria

Last Updated: 08:36 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાએ માઝા મૂકી. સાંજના સમયે વરસાદી માહોલ જામતાં અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી છે.

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા દિવસભરની ઉકળાટ અને ગરમીમાંથી શહેરવાસીઓને રાહત મળી હતી.

શહેરના સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. ઓફિસ સમય દરમિયાન વરસાદ શરૂ થતાં અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદીઓને મેઘરાજાની આ એન્ટ્રીએ ખુશીનો માહોલ આપ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- ગુજરાત પર મંડરાઈ મોટી આફત: 5 શક્તિશાળી સિસ્ટમ એકસાથે સક્રિય થતાં 8 જુલાઈ સુધી આભ ફાટવાની આશંકા

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી આગામી દિવસોમાં પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Rain ahmedabad weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ