બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આરોગ્ય / એલર્ટ!WHOએ જણાવી કેન્સર પેદા કરતી 10 ચીજો, નંબર 1 ભારતમાં છે ખૂબ લોકપ્રિય

હેલ્થ / એલર્ટ!WHOએ જણાવી કેન્સર પેદા કરતી 10 ચીજો, નંબર 1 ભારતમાં છે ખૂબ લોકપ્રિય

Nirav Kumar

Last Updated: 12:20 AM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્સિનોજેન્સ એટલે કેન્સર પેદા કરતા તત્વો વિષે આપણે જાણીશું. જેનાથી કેન્સર થવાનું જોખમ વધે છે. આ કાર્સિનોજેન્સને WHO ગ્રુપ 1 ની કેટેગરીમાં રાખે છે.

કેન્સર સૌથી ગંભીર બીમારી છે. તેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આથી લોકો ઘણીવાર પ્રશ્ન કરે છે કે કેન્સરનું અસલી કારણ શું છે. તેને "કાર્સિનોજેન્સ" કહેવામાં આવે છે, જેનો મતલબ કેન્સર પેદા કરતા તત્વ છે. લાંબા સમય સુધી તેમના સંપર્કમાં રહેવાથી કેન્સર થવાનું જોખમ વધે છે. આજે તમને 10 કાર્સિનોજેન્સ જણાવીશું. જેને WHO ગ્રુપ 1 ની કેટેગરીમાં રાખે છે. આમાંથી ઘણા આપણા રોજિંદા જીવનનો હિસ્સો છે. ચાલો આ ટોપના 10 કેન્સર પેદા કરતા તત્વ વિષે જાણીએ.

  • સોપારી

ઘણા લોકો દરરોજ સોપારીનું સેવન કરે છે. તેઓ માને છે કે તે તમાકુ કે સિગારેટ જેટલું ખતરનાક નથી પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. કલાકો સુધી મોંમાં સોપારી રાખવાથી ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસ થાય છે, જે કેન્સર તરફ દોરી શકે છે.

  • તમાકુ

બધા જાને છે કે નિયમિત તમાકુનો ઉપયોગ કેન્સરના સૌથી મોટા કારણોમાંનું એક છે. તમાકુનું સેવન ગળા, મોં, ફેફસાં, અન્નનળી અને બીજા ઘણા પ્રકારના કેન્સર થવાનું જોખમ વધારે છે. જો તમે સિગારેટ, બીડી, હુક્કા, ખૈની કે ગુટખાનો ઉપયોગ કરી રહ્યા છો તો આજે જ બંધ કરો.

  • પેસિવ સ્મોકિંગ

જો તમે ધૂમ્રપાન ન કરો પરંતુ જે કોઈ એવું કરે છે તેના સંપર્કમાં આવો તો પણ કેન્સરનું જોખમ વધે છે. જ્યારે તમે ખરેખર ધૂમ્રપાન કર્યા વગર ધૂમ્રપાનના સંપર્કમાં આવો છો ત્યારે તેને પેસિવ સ્મોકિંગ કહેવામાં આવે છે.

  • દારૂ

દારૂનું સેવન કેન્સર માટે સૌથી મોટા જોખમી પરિબળોમાંનું એક છે. લોકો જેટલું વધારે પીવે છે તેટલું કેન્સરનું જોખમ વધે છે.

hiring vtv 1
  • હ્યુમન પેપિલોમાવાયરસ (HPV)

હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) એક સામાન્ય વાયરસ છે જેની લાંબા ગાળાની હાજરી સર્વાઇકલ કેન્સરનું જોખમ વધારે છે. કેન્સરનું જોખમ ઘટાડવા માટે વેક્સીન લેવી ખૂબ જ જરૂરી છે. નિયમિત ચેકીંગ પણ આ ફેરફારોને વહેલા ઓળખવામાં મદદ કરે છે.

  • હેપેટાઇટિસ B અને C

હેપેટાઇટિસ B અને C એ વાયરસ છે જે લીવરને ઇન્ફેક્શન લગાવે છે. જો આ ઇન્ફેક્શન લાંબા સમય સુધી ચાલુ રહે તો લીવર કેન્સરનું જોખમ વધે છે.

  • વાયુ પ્રદૂષણ

વાયુ પ્રદૂષણ પણ કેન્સરનું કારણ બનતા મુખ્ય પરિબળોમાંનું એક છે. આથી બહાર જતી વખતે N-95 માસ્ક પહેરવાની અને ઘરે એર પ્યુરિફાયર લગાવવાની ભલામણ કરે છે.

  • પ્રોસેસ્ડ મીટ

માર્કેટમાં મળતા પ્રોસેસ્ડ મીટને પણ ટાળવું જોઈએ. WHO અનુસાર તેને ગ્રુપ 1 કાર્સિનોજેન કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. જેમાં સોસેજ, બેકન, સલામી, હોટ ડોગ્સ અને હેમ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

  • અફલાટોક્સિન

આ તત્વ સામાન્ય રીતે સ્ટોર કરેલા અનાજમાં બને છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં જો તમે ઘઉં, મગફળી કે કોઈપણ અનાજનો સ્ટોર કરો છો અને તેના પર કોઈપણ પ્રકારનું ગ્રોથ થઈ રહી હોય તો તેને ખાવાનું ટાળો. તેનાથી એફ્લાટોક્સિન રિલીઝ થઈ શકે છે જે કેન્સરનું જોખમ વધારી શકે છે.

વધુ વાંચો : ડાયાબિટીસના દર્દીઓએ રોજ-રોજ ન ખાવા જોઈએ 5 શાકભાજી, ન્યુટ્રિશનિસ્ટે કહ્યું- કયા શાકભાજી સુગર વધારે છે

  • સૂર્ય યુવી કિરણો

આ લિસ્ટમાં 10મા ક્રમે સૂર્યમાંથી નીકળતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો કે યુવી કિરણો પણ આવે છે. તેના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચા પર ટેનિંગ બેડ થઈ શકે છે જે અમુક કિસ્સાઓમાં કેન્સરનું કારણ પણ બની શકે છે. આથી સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Carcinogens WHO
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ