બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં મંદિરે દર્શને જતાં કરન્ટ લાગતાં ભાઈનું મોત, બચાવવા જતાં બહેન પણ ન બચી

ટ્રેજિક / વડોદરામાં મંદિરે દર્શને જતાં કરન્ટ લાગતાં ભાઈનું મોત, બચાવવા જતાં બહેન પણ ન બચી

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 12:18 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન પહેલા વડોદરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં ભાઈ-બહેનના સાથે મોત થયા હતા.

વડોદરાના પાદરમાં મુજપુરમાં હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. રક્ષાબંધન પહેલા મંદિરે દર્શને જતા ભાઈને વીજ કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા જતાં બહેનનું પણ મોત થયું હતું. આ ઘટનામાં ભાઈ-બહેનના કરુણ મોત થયા હતા.

કોણ છે ભાઈ-બહેન

ભાઈનું નામ જયદીપ પઢિયાર અને બહેનનું નામ મિત્તલ પઢિયાર છે. પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.

મુજપુરમાં શોકનું મોજું ફરી વળ્યું

આ ઘટના બાદ મુજપુરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. લોકોમાં ભારે અરેરાટ વ્યાપી હતી.

વડોદરાના તાદલજાના પરિવાર પર આભ ફાટ્યું

ઉમેટા નજીક આવેલા કામધેનું રિસોર્ટમાં શનિ-રવિની રજા માણવા આવેલા વડોદરા ના તાદલજાના પરિવાર પર અચાનક આભ ફાટ્યું છે. સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પરિવારના બે માસૂમ વારસદારોના કરુણ મોત થયા છે. બંને બાળકોને માતા-પિતાએ જ સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદના RTO સર્કલ પાસે યુવકની છરીથી હત્યા, પીઠમાં 15 ઘા વાગ્યાં, આંતરડું બહાર આવ્યું

મકરપુરામાં ટ્રકે યુવતીને કચડી

શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર ટ્રકે ટક્કર મારતાં યુવતીનું મોત થયું હતું. કટ પાસેથી વળાંક લેતી વખતે ટ્રક ચાલકે બેદરકારી કરતાં ચાલતી જતી યુવતીને ટક્કર મારી હતી. સેજલ બારિયા નામની યુવતી પરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સેજલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vadodara news vadodara

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ