બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પશ્ચિમ બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનું મો*ત! રામપુરહાટમાં પાર્ટી ઓફિસમાંથી મૃ*તદેહ મળ્યો
Last Updated: 09:17 AM, 16 August 2026
West Bengal: પશ્ચિમ બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા આશિષ બેનર્જીનો મૃતદેહ રવિવારે સવારે બીરભૂમના રામપુરહાટના વોર્ડ નંબર 5 હટાલા પાડા સ્થિત તેમના ઘરે પાર્ટી ઓફિસમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ADVERTISEMENT
રામપુરહાટ વિધાનસભા મતવિસ્તારના પાંચ વખત ધારાસભ્ય રહેલા બેનર્જી પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે શાળા શિક્ષણ, કૃષિ અને આયુષ જેવા વિભાગો સંભાળ્યા હતા. તેમણે રાજ્ય વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ સેવા આપી હતી.
તેમણે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર રામપુરહાટથી 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ઉમેદવાર ધ્રુબા સાહા સામે હારી ગયા હતા.
ADVERTISEMENT
આ સમાચારની વધુ વિગતો અપડેટ થઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.