બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની સિવિલમાં પગના સામાન્ય ઓપરેશનમાં યુવકનું મોત થતાં હોબાળો, સિક્યુરીટીએ કરી દાદાગીરી

દુખદ / અમદાવાદની સિવિલમાં પગના સામાન્ય ઓપરેશનમાં યુવકનું મોત થતાં હોબાળો, સિક્યુરીટીએ કરી દાદાગીરી

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 09:19 AM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક વાર વિવાદમાં આવી છે. સામાન્ય ઓપરેશનમાં યુવકનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટ વધુ એક વાર ચર્ચાની એરણે ચડી છે. 21 વર્ષીય યુવાનનું સામાન્ય પ્લાસ્ટિક સર્જરી દરમિયાન મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો હતો. યુવકને અક્સમાત થતાં સિવિલમાં લવાયો હતો.

સર્જરી બાદ યુવકનું મોત

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા પગનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ ટૂંક જ સમયમાં 21 વર્ષીય યુવરાજ નડીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. યુવકના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનો અને સગા-સંબંધીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંબંધિત ડોક્ટરો પર ઘોર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. પરિજનોનો દાવો છે કે, ઓપરેશન દરમિયાન અથવા તો ઓપરેશન બાદ તબીબોની લાપરવાહીના કારણે જ યુવકે જીવ ગુમાવ્યો છે. પરિવારનો એવો પણ આરોપ છે કે ડોક્ટરોએ મોડા મોડા ઓપરેશન શરુ કર્યું હતું.

તમારે જે ઉખાડવું હોય તે ઉખાડી લો-સિક્યુરીટીવાળાની દાદાગીરી

હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સામે પણ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટરો વોર્ડ પાસે સિગરેટ પીવે છે. વીડિયો ઉતારનાર વ્યક્તિનો સિક્યુરિટી સ્ટાફ દ્વારા મોબાઇલ છીનવી લેવાયો હતો અને તેણે દાદાગીરી કરી હતી કે તમારે જે ઉખાડવું હોય ઉખાડી લેશો અમારું કોઈ કશું નહીં બગાડી શકે. પરિવારે કહ્યું કે ડોક્ટરો સમય પર આવ્યા હોત તો આ યુવાન નો જીવ બચી શક્યો હોત.

આ પણ વાંચોઃ ઓર્ડર નથી કર્યો, છતાંય ઘરે આવ્યું પાર્સલ! ડિલીવરીના ખોટા ખેલ પર મહિલાએ કર્યા એલર્ટ

સાવ સામાન્ય ઓપરેશન હતું

ત્યાં સુધી કે સિવિલના સુપ્રિટેન્ડેન્ટે પણ સ્વીકાર્યું કે સાવ સામાન્ય ઓપરેશન હતું. તેમણે કહ્યું કે ખૂબ જ સામાન્ય ઓપરેશ માં મોત કેમ થયું તે તપાસ કરીશું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

civil hospital civil hospital news Ahmedabad civil hospital

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ