ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Viral / ઓર્ડર નથી કર્યો, છતાંય ઘરે આવ્યું પાર્સલ! ડિલીવરીના ખોટા ખેલ પર મહિલાએ કર્યા એલર્ટ

Video / ઓર્ડર નથી કર્યો, છતાંય ઘરે આવ્યું પાર્સલ! ડિલીવરીના ખોટા ખેલ પર મહિલાએ કર્યા એલર્ટ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:01 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cash On Delivery Scam: તમને ઘરે એવો ઓર્ડર મળે છે જે તમે મંગાવ્યો ના હોય. પરંતુ પેકેજ પરનું નામ અને સરનામું બિલકુલ સાચુ અને તમારુ જ હોય. તો કોણે મોકલ્યું? આ એક સ્કેમ હોઇ શકે છે 500 રૂપિયા હડપ કરવાનું સ્કેમ.

ADVERTISEMENT

Cash On Delivery Scam: તમને ઘરે એવો ઓર્ડર મળે છે જે તમે મંગાવ્યો ના હોય. પરંતુ પેકેજ પરનું નામ અને સરનામું બિલકુલ સાચુ અને તમારુ જ હોય. તો કોણે મોકલ્યું? આ એક સ્કેમ હોઇ શકે છે 500 રૂપિયા હડપ કરવાનું સ્કેમ. પરંતુ ડિલિવરી એજન્ટ તેને હડપવાનો પ્રયાસ કરે તે પહેલાં જ આ કૌભાંડનો પર્દાફાશ થયો. ડિલિવરી એજન્ટ ત્યાં હતો ત્યારે મહિલાએ પેકેજ ખોલ્યું હતું.

કર્ણાટકનું બેગલુરુ એક મોટુ શહેર છે. આ શહેરમાં ટ્રાફિકની સાથે સાથે એક સ્કેમ પણ ચર્ચામાં છે. 500 રૂપિયાની છેતરપિંડી માટે અજીબ જાળ વિછાવવામાં આવતી અને આ પ્લાનિગ ઘણી વાર સફળ પણ રહ્યુ હતુ પરંતુ આ વખતે તે ફેલ ગયું અને એક મહિલાની હોશિયારીને કારણે મામલો પ્રકાશમાં આવ્યો છે.

સનાતન_કન્નડને આ ઓર્ડર મળ્યો. તેની પાસે 500 રૂપિયા પણ માંગવામાં આવ્યા હતા, જોકે તેણે ક્યારેય ઓર્ડર આપ્યો ન હતો. પાર્સલ પરનું નામ અને સરનામું પણ સાચું હતું. આ ખૂબ આશ્ચર્યજનક હતું. તેનો અર્થ એ થયો કે પાર્સલ આ રીતે ઇરાદાપૂર્વક મોકલવામાં આવ્યું હતું.

નામ અને સરનામાં કેવી રીતે મળ્યા?

પોસ્ટના કેપ્શનમાં સમસ્યા જણાવવામાં આવી છે. આ પછી પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. લોકોને આ નામ અને સરનામાં કેવી રીતે મળી રહ્યા છે તે અંગે પણ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

અંદરથી સાબુ નીકળ્યો

આ પાર્સલની અંદર બીજું એક પેકેટ હતું જેના પર કોઈ બીજાનું નામ લખેલું હતું. આ જોઈને મહિલા ગુસ્સે થઈ ગઈ. પરંતુ જ્યારે તેણે તેને વધુ ખોલ્યું ત્યારે તેને અંદરથી સાબુનો અડધો ભાગ મળ્યો. તેણે એજન્ટના ફોન પર એક અધિકારી સાથે પણ વાત કરી. આ દરમિયાન તે ખૂબ ગુસ્સે થઈ ગઈ, જે વિડિઓમાં જોઈ શકાય છે.

VTV Digital 1

આ વિડિઓ પોસ્ટ કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તમે પણ કેટલીક બાબતો સમજો

જો તમે ઓર્ડર ન આપ્યો હોય તો ચૂકવણી કરશો નહીં.

પેમેંન્ટ કરતા પહેલા પાર્સલની ચકાસણી કરવાનું ભૂલશો નહીં.

જો તમને કોઈ શંકા હોય તો આ બાબતો રેકોર્ડ જરૂર કરવી જોઇએ.

તમને કોઈ સમસ્યા આવે છે, તો પોલીસ અને ડિલિવરી કંપની સાથે સમગ્ર મામલો શેર કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delivery Scam Viral News Utility News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ