ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગ્રામીણ ભારતમાં હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધ્યો! દર 3માંથી એક વ્યક્તિ બીપીની બીમારીથી પીડિત

તમારા કામનું / ગ્રામીણ ભારતમાં હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધ્યો! દર 3માંથી એક વ્યક્તિ બીપીની બીમારીથી પીડિત

Published By: Nidhi Panchal

Last Updated: 02:32 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ચોંકાવનારા અભ્યાસમાં સામે આવ્યું છે કે દર ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બીપીથી પીડાય છે, જ્યારે દર પાંચમાંથી એક વ્યક્તિને પોતાની બીમારીની જાણ જ નથી.

ADVERTISEMENT

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દર ત્રણમાંથી એક પુખ્ત વયની વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, પરંતુ તેમાંથી દર પાંચમાંથી એક વ્યક્તિને પોતાની બીમારીની જાણ જ નથી. ટાટા મેમોરિયલ સેન્ટરના સેન્ટર ફોર એપિડેમિયોલોજીના સંશોધકોએ કરેલા અભ્યાસમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સંશોધન વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન સોલાપુર જિલ્લાના બારશી તાલુકામાં ૩૦થી ૬૯ વર્ષની વયજૂથના ૪૦ હજાર લોકોના આરોગ્યલક્ષી આંકડાઓના વિશ્લેષણ પર આધારિત છે. અભ્યાસ એનપીએજે કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થમાં પ્રકાશિત થયો છે.

high-BP

અભ્યાસમાં સામેલ લોકોનું બ્લડ પ્રેશર માપવાની સાથે તેમના અગાઉના તબીબી ઈતિહાસ અને દવાઓના ઉપયોગની વિગતો પણ નોંધવામાં આવી હતી. તારણો મુજબ અભ્યાસમાં સામેલ ૩૧ ટકા લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા અને ઉંંમર વધવાની સાથે આ પ્રમાણમાં પણ વધારો થતો હતો, જોકે અગાઉ બીપી હોવાનું નિદાન થયું હોવાનું માત્ર ૧૪ ટકા પુરુષો અને ૨૧ ટકા મહિલાઓએ જ જણાવ્યું હતું એટલે કે મોટી સંખ્યામાં લોકોને પોતાને હાઈ બ્લડ પ્રેશર હોવાની જાણ જ નહોતી.

પુરુષો અને વધુ ભણેલા લોકોમાં પણ બીપીનું પ્રમાણ ઊંચું

અભ્યાસમાં ઉંંમર અને અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા બાદ પણ વધુ શિક્ષણ ધરાવતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. મહિલાઓની સરખામણીએ પુરુષોમાં પણ આ સમસ્યા વધુ સામાન્ય હતી. હાઈ બ્લડ પ્રેશરનું નિદાન થયેલા લોકોમાંથી લગભગ અડધા લોકો હૃદયરોગ અથવા અન્ય હૃદય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા.

આ પણ વાંચો : ધનતેરસની ખરીદીમાં ચોરી-લૂંટનો ખતરો ટાળવા અમદાવાદ પોલીસ એલર્ટ! માણેકચોકથી સીજી રોડ સુધી વધારાનો બંદોબસ્ત

બીજી તરફ હાઈ બ્લડ પ્રેશરની સારવાર લઈ રહેલા લોકોમાંથી માત્ર ૩૯ ટકાનું જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં હતું. સારવાર ઉપલબ્ધ હોવા છતાં ઘણા દર્દીઓનું બીપી ક્યાં તો નિદાન થયું નહોતું અથવા તો યોગ્ય રીતે નિયંત્રણમાં નહોતું, પરિણામે તેઓ હાર્ટએટેક અને સ્ટ્રોક સહિતની ગંભીર બીમારીઓના જોખમનો સામનો કરી રહ્યા છે.

ફેક્ટ ફાઈલ

  • ભારતમાં બિનચેપી રોગો (એનસીડી) કુલ મૃત્યુના ૬૩ ટકા માટે જવાબદાર છે.
  • હાઈ બ્લડ પ્રેશર વાર્ષિક મૃત્યુના ૧૦.૮ ટકા માટે કારણભૂત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rural Health High Blood Pressure Hypertension

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ