ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / "તમારી મર્યાદામાં રહો," પત્ની સુનિતાના અપશબ્દો અને અફેરના આરોપો પર ગોવિંદાનો કડક જવાબ

મનોરંજન / "તમારી મર્યાદામાં રહો," પત્ની સુનિતાના અપશબ્દો અને અફેરના આરોપો પર ગોવિંદાનો કડક જવાબ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:33 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Govinda: 90ના દાયકાના સુપરસ્ટાર અને બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ તેમની પત્ની સુનિતાના તાજેતરના આરોપો અને તીખી ટિપ્પણીઓનો આકરો જવાબ આપ્યો છે.

ADVERTISEMENT

Govinda: 90ના દાયકાના સુપરસ્ટાર અને બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ તેમની પત્ની સુનિતાના તાજેતરના આરોપો અને તીખી ટિપ્પણીઓનો આકરો જવાબ આપ્યો છે. અભિનેતાએ તેને "તમારી મર્યાદામાં રહેવા" સલાહ આપી હતી, અને કહ્યું હતું કે બીજાને અપશબ્દો બોલતા પહેલા વિચારો કે આ ગાળો તમારા પર આવવા ના લાગે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગોવિંદા કહે છે કે જ્યારે સુનિતા આહુજા શો કરી રહી હતી, ત્યારે તેણે તેની પુત્રી ટીનાને કહીને તેને બળજબરીથી શો મા બોલાવાયો હતો.પછી ભલે તે સુનિતાનો રસોઈ શો હોય કે લોક અપ 2.

ગોવિંદાએ સુનિતાને આપ્યો બરાબરનો જવાબ

આ વીડિયોમાં ગોવિંદાએ કહ્યું, "હું બહારથી મળતું કામ નથી કરતો અને મને કામ મળી રહ્યુ છે તેમાં તમે હસ્તક્ષેપ કરી રહ્યા છો. જ્યારે તમે તમારું કામ કરી રહ્યા હતા, પછી ભલે તે ફૂડ શો હોય કે લોકડાઉન, તમે ટીનાને કહીને મને બંને શોમાં આમ તેમ કરીને બોલાવી લીધો"

"હું ફરીથી કહીશ, સુનિતાજી, તમે ખૂબ ગાળો આપવાનું શરૂ કર્યું છે. કૃપા કરીને ભગવાનને પ્રાર્થના કરો કે લોકો તમારાથી પ્રેરિત થાય, યુવાનો તમને જુએ અને તમને અનુસરે. જો લોકો તમને ગાળો આપવાનું શરૂ કરશે તો આપણે બધા લજ્જીત થઇ જઈશું."

ગોવિંદાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું, "તમે લોકોના હૃદયમાં મારું સ્થાન ગુમાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. સંપત્તિ, સન્માન, બધું જ ઉપલબ્ધ છે, ભગવાને મને આપ્યું છે. તેનો અર્થ એ નથી કે તમારે એવી વ્યક્તિનું અપમાન કરવું જોઈએ જેની પાસે તે નથી."

નોંધનીય છે કે થોડા સમય પહેલા ગોવિંદાએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. જેમાં તે એક નવી છોકરી સાથે જોવા મળશે. તેનું નામ કોમલ હોવાનું કહેવાય છે. બાદમાં અભિનેતા કોમલ સાથે એરપોર્ટ પર પણ જોવા મળ્યો, અને સુનિતાએ આ વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "તમે કઈ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છો? પહેલા, ફિલ્મ તો બનાવીએ."

આ પણ વાંચોઃ મનોરંજન / Video: મેલબર્નમાં રાની મુખર્જીને મળ્યુ મોટુ સન્માન, મળી ડોક્ટરેટની ઉપાધિ

સુનિતાએ તેના પર અફેરનો આરોપ લગાવ્યો હતો

તેણીએ કહ્યું હતું કે, "તે પોતાની પુત્રીની ઉંમરની છોકરી સાથે ફરે છે. તેને થોડી શરમ આવવી જોઈએ. તેના કેટલાક ધોરણો હોવા જોઈએ." છોકરીને પ્રશ્ન કરતાં સુનિતાએ કહ્યું, "જો તમારા સુગર ડેડી આટલા ધનવાન છે, તો તેમણે ઓછામાં ઓછા સારા કપડાં પહેરવા જોઈએ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Govinda Affair Sunita Ahuja Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ