ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / દીકરાના અભ્યાસ માટે 50 લાખની FD તોડાવી, હવે કેનેડામાં એક-એક રૂપિયા માટે તરસી રહ્યો છે પરિવાર

NRI / દીકરાના અભ્યાસ માટે 50 લાખની FD તોડાવી, હવે કેનેડામાં એક-એક રૂપિયા માટે તરસી રહ્યો છે પરિવાર

Published By: Pravin Joshi

Last Updated: 07:51 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જઈને અભ્યાસ કરવાનો અને મોટું પેકેજ મેળવવાનો ક્રેઝ આજકાલ યુવાનોમાં ખૂબ જોવા મળે છે, પરંતુ ક્યારેક વાસ્તવિકતા આ અપેક્ષાઓ કરતાં સાવ અલગ સાબિત થાય છે.

ADVERTISEMENT

વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવું અને લાખો રૂપિયાનું પેકેજ કમાવવાનું સપ્નું દરેક યુવાન જોતો હોય છે. પરંતુ ક્યારેક આ સપનું પૂરું થયા પછી વાસ્તવિકતા ખૂબ જ કડવી સાબિત થાય છે. વેલ્થ એડવાઈઝર હર્ષ ગુપ્તાએ સોશિયલ મીડિયા પર આંખો ખોલી દેનારો એક કિસ્સો શેર કર્યો છે, જે હાલ ઈન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

50 લાખ રૂપિયાનો ખર્ચ અને સપનાનો ટાપુ

હર્ષ ગુપ્તાના જણાવ્યા અનુસાર, તેમના એક મિત્રના પરિવારે પુત્રની માસ્ટર્સ ડિગ્રી માટે પોતાની 15 વર્ષ જૂની 50 લાખ રૂપિયાની એફડી (FD) તોડી નાખી હતી. આ મોટી રકમ ખર્ચ કરીને પુત્ર કેનેડાના ટૉરન્ટો પહોંચ્યો અને અભ્યાસ પૂરો કર્યો. ભણતર પૂરું થયા બાદ તેને વાર્ષિક 55 હજાર કેનેડિયન ડોલર (CAD) નો જોબ ઓફર પણ મળી ગયો. પરંતુ ખરી મુશ્કેલીઓ નોકરી મળ્યા પછી શરૂ થઈ.

JHJH N

મોંઘવારી, ટેક્સ અને ઠંડીનો ખર્ચ

ટૉરન્ટો જેવા મોંઘા શહેરમાં ભારે ટેક્સ કપાત, મકાનનું ઊંચું ભાડું અને અસહ્ય ઠંડીના કારણે થતા વધારાના ખર્ચાઓ બાદ તેની પાસે મહિને કશું બચતું નથી. હર્ષના જણાવ્યા અનુસાર, આજે તે યુવક ભારત કોઈ નાના શહેરમાં સામાન્ય નોકરી કરીને જેટલી બચત કરી શકે, તેના કરતાં પણ ઓછી બચત કેનેડામાં કરી રહ્યો છે. જો આ 50 લાખ રૂપિયા ભારતમાં જ ઈન્વેસ્ટ કરવામાં આવ્યા હોત, તો પરિવારનું ભવિષ્ય વધુ સુરક્ષિત બન્યું હોત.

આ પણ વાંચોઃ હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ કિસ્સો 'plotlandguide' નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી તમે સાચો હિસાબ-કિતાબ ન લગાવો ત્યાં સુધી વિદેશ જવું સપના જેવું લાગે છે. પરંતુ ઊંચું ભાડું, ટેક્સ અને રહેઠાણના ખર્ચના લીધે ડોલર કે CAD માં કમાણી કર્યા પછી પણ બચત શૂન્ય સમાન રહી જાય છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ નેટીઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે કોઈ પણ આયોજન વગર આટલું મોટું ફાયનાન્શિયલ રિસ્ક લેવું સમજદારી નથી. જ્યારે અન્ય લોકોનું માનવું છે કે હવે વિદેશની ડિગ્રી માત્ર એક મોંઘું કન્ફ્યુઝન બનીને રહી ગઈ છે. આ કિસ્સો એવા તમામ પરિવારો માટે લાલબત્તી સમાન છે જેઓ વિચાર્યા વગર પોતાની આખી જિંદગીની પૂંજી વિદેશ મોકલવામાં લગાવી દે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StudyAbroad CanadaStudy Toronto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ