ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી
Last Updated: 03:04 PM, 13 August 2026
ADVERTISEMENT
Railway Safety Report: લાખો મુસાફરો દરરોજ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ઘણા લોકો માટે રેલ્વે રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે મોટાભાગના લોકો કામ પર જવા અને ઘરે પાછા ફરવા માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. તેથી મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવી એ રેલ્વેની જવાબદારી છે. જોકે રેલ્વે સુરક્ષા અંગેના CAG ના રિપોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે, જેને લોકોની ચિંતા વધારી દીધી છે.
ADVERTISEMENT
રેલ્વેમાં કામ અને ખર્ચ અંગે જાણકારી સામે આવી
નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) એ સંસદમાં રેલ્વે પર એક મહત્વપૂર્ણ રીપોર્ટ રજૂ કર્યો. માર્ચ 2025 સુધીના રેલ્વે કાર્ય અને ખર્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરક્ષા સંબંધિત ઘણા કાર્યો હજુ પૂર્ણ થયા નથી.
ADVERTISEMENT
રિપોર્ટમાં શું ખુલાસો થયો?
રિપોર્ટ અનુસાર રેલ્વેની અંદર સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ માટે રાષ્ટ્રીય રેલ સલામતી ભંડોળ (RRSK) બનાવવામાં આવ્યું છે. જેમાં રેલવેને પોતાના ભંડોળમાંથી ચોક્કસ રકમ આપવાની જરૂર હતી, પરંતુ રેલવેએ નક્કી રકમના ફક્ત 21.30% યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
રેલવેમાં સલામતી સંબંધિત ઘણા પ્રોજેક્ટ અધૂરા
રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં 20,304 સલામતી સંબંધિત પ્રોજેક્ટ અધૂરા રહ્યા છે.
ADVERTISEMENT
CAG એ RRSK ફંડના ઉપયોગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. રિપોર્ટ મુજબ જે ફંડ સલામતી માટે નક્કી હતુ તેમાંથી 823.14 કરોડ એવા કામો માટે આપી દેવાયા જે પ્રાથમિકતામા ન હતા.
વધુમાં 2024-25 માં રેલવે મંત્રાલયે પ્રાથમિકતા વિના 1,321 પ્રોજેક્ટ્સ પર 19,458.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જેને મંજુરી પણ મળી ન હતી.
ADVERTISEMENT
એટલું જ નહીં, પરંતુ 2022-23 થી 2024-25 ના સમયગાળા દરમિયાન, RRSK ફંડમાંથી 3,397.60 કરોડ રૂપિયા એવા કામો પર ખર્ચવામાં આવ્યા હતા જે પ્રાથમિકતા મા ન હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ તમારા કામનુું / ''8મું પગાર પંચ હાલ...'', સંસદમાં બોલી કેન્દ્ર સરકાર, જાણો ક્યારથી લાગુ થશે?
મુસાફરો માટે રિપોર્ટ શા માટે મહત્વપૂર્ણ ?
ટ્રેન મુસાફરોની સલામતી ખૂબ મહત્વપૂર્ણ છે.
આમ છતાં રેલ્વેમાં 20,304 સલામતી સંબંધિત કામો પૂર્ણ થયા નથી.
વધુમાં રેલ્વેએ RRSK માં નિર્ધારિત રકમના માત્ર 21.30 ટકા જ જમા કરાવ્યા.
તેમજ RRSK ફંડમાંથી કરોડો રૂપિયા બિન-પ્રાથમિકતાવાળા કાર્યો પર ખર્ચવામાં આવ્યા.
મુસાફરોને રેલ્વે સલામતી સંબંધિત માહિતી હોવી ખૂબ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT