બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શું પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો ખુલતાં જ થશે ભયાનક વિનાશ? જાણો આ રહસ્યમય દરવાજા વિશે
6 ફોટો ગેલેરી
Last Updated: 05:00 PM, 13 August 2026
1/6
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં સ્થિત પદ્મનાભસ્વામી મંદિર ભારતના સૌથી ધનિક અને ઐતિહાસિક મંદિરોમાંથી એક છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 'પદ્મનાભ સ્વામી' (અનંતશયન) સ્વરૂપને સમર્પિત છે. વૈષ્ણવ પરંપરાના 108 દિવ્ય દેશમમાં સામેલ આ મંદિર તેની અનોખી સ્થાપત્ય શૈલી, ધાર્મિક મહત્વ અને અથાક સંપત્તિ માટે વિશ્વ વિખ્યાત છે. મંદિરના ભોંયરાઓમાંથી કરોડોનો ખજાનો મળ્યા બાદ તે દુનિયાના સૌથી સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાં ગણાવા લાગ્યું છે. પરંતુ આ સંપત્તિ કરતા પણ વધુ આકર્ષણનું કેન્દ્ર તેનો રહસ્યમય સાતમો દરવાજો એટલે કે 'વોલ્ટ-બી' (Vault-B) છે.
2/6
મંદિરની સ્થાપના સંદર્ભે એક પૌરાણિક કથા પ્રચલિત છે. કથા અનુસાર, એક સંત દરરોજ શાલિગ્રામની પૂજા કરતા હતા. એક દિવસ એક નાનું બાળક તેમની પૂજામાં વિઘ્ન નાખવા લાગ્યું. જ્યારે સંતે બાળકનો પરિચય પૂછ્યો ત્યારે તેણે પોતે ભગવાન વિષ્ણુનો અવતાર હોવાનું જણાવ્યું અને સંતને અનંતન કાડુ નામના જંગલમાં જઈને ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવા કહ્યું. સંત જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એક વૃક્ષ પડતા જ ભગવાન વિષ્ણુ અનંતનાગ પર પોઢેલા સ્વરૂપે પ્રગટ થયા. ભગવાનનું સ્વરૂપ એટલું વિશાળ હતું કે સંતે તેમને નાનું સ્વરૂપ ધારણ કરવા વિનંતી કરી, ત્યારબાદ આ પવિત્ર સ્થળે મંદિરની સ્થાપના થઈ.
3/6
મંદિરની વાસ્તુકળામાં કેરળ અને દ્રવિડ શૈલીનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. મંદિરનું વર્તમાન સ્વરૂપ 18મી સદીમાં તિરુવાંકુર (ત્રાવણકોર) ના રાજા માર્તંડ વર્માના શાસનકાળ સાથે જોડાયેલું છે. તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સમગ્ર ત્રાવણકોર રાજ્ય ભગવાન પદ્મનાભને સમર્પિત કરી પોતે 'પદ્મનાભ દાસ' (ભગવાનના સેવક) જાહેર કર્યા. મંદિર પાસે આવેલું 'પદ્મતીર્થ કુલમ' પણ તેની ધાર્મિક ઓળખનો મહત્વનો ભાગ છે.
4/6
મંદિરનો રહસ્યમય સાતમો દરવાજો 'વોલ્ટ-બી' તરીકે ઓળખાય છે. અન્ય ભોંયરાઓની સરખામણીએ વોલ્ટ-બી ને લઈને લાંબા સમયથી ધાર્મિક અને કાનૂની વિવાદો ચાલી રહ્યા છે. તેના અંદર શું છે તેની ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી. પ્રચલિત લોકવાયકાઓ અનુસાર, આ દરવાજા પર નાગ (સર્પ) ની આકૃતિઓ બનેલી છે અને તેને ખોલવા માટે કોઈ વિશેષ સિદ્ધ મંત્રો કે 'ગરુડ મંત્ર'ની જરૂર પડે છે. કેટલાક લોકો તેને નાગરાજ અને દિવ્ય શક્તિઓ સાથે જોડે છે, જોકે આ દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
5/6
સાતમા દરવાજા વિશે કેટલીક ડરામણી માન્યતાઓ પણ જોડાયેલી છે. કેટલાક લોકોનું માનવું છે કે જો તેને બળજબરીથી ખોલવામાં આવશે તો ભયાનક આફત કે મહાપ્રલય આવી શકે છે. લોકકથાઓ મુજબ, દરવાજા પાછળ દરિયા સુધી જતી એક ગુપ્ત સુરંગ છે અને જો તેને ખોલાય તો સમુદ્રનું પાણી મંદિરમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ તમામ વાતો લોકમાન્યતાઓ અને દંતકથાઓ આધારિત છે, જેનો કોઈ ઐતિહાસિક કે વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષશાસ્ત્ર / રાહુના નક્ષત્રમાં મંગળનો પ્રવેશ, આ ત્રણ રાશિઓ પર થશે ધનનો વરસાદ
ટોપ સ્ટોરીઝ