ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હીરો નહીં, હવે બનશે 'હૈવાન', અક્ષય કુમારનો સૌથી ડરામણો અવતાર

બોલિવૂડ / હીરો નહીં, હવે બનશે 'હૈવાન', અક્ષય કુમારનો સૌથી ડરામણો અવતાર

Published By: Nirav Kumar

Last Updated: 11:18 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની નવી થ્રિલર Haiwaanમાં અક્ષય પહેલી વાર એવિલ કેરેક્ટર કરવ જઈ રહ્યો છે જેનું ટીઝર આજે આવ્યુ છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ADVERTISEMENT

અક્ષય કુમાર અને પ્રિયદર્શનનું કોમ્બો હંમેશાં હીટ જ રહ્યું છે. તેમની અત્યાર સુધીની કૉમેડી ફિલ્મોનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે. પરંતુ હવે તેમની આગામી ફિલ્મ Haiwaan સાથે બંને એક અલગ જ ટેરિટરીમાં પગ મૂકી રહ્યા છે. આ વખતે અક્ષય એક વિલનનું કેરેક્ટર નિભાવવા તૈયાર છે જેનું ટીઝર આજે રિલીઝ થયુ છે.

તેમના કેરેક્ટરનો રો લુક પણ એ જ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અક્ષય કુમારે આ અંગે એક જગ્યાએ કહ્યું કે “ટાઈટલ પ્રમાણે જ હું Haiwaan બનીને આવ્યો છું. મારા કેરેક્ટરમાં કોઈ ગ્રે શેડ્સ નથી, તે સંપૂર્ણરીતે એવિલ છે. હું હંમેશાં સ્ક્રીન પર એક સાયકો કેરેક્ટર કરવા માંગતો હતો. છેલ્લી ચાર-પાંચ ફિલ્મોમાં મેં કૉમેડી, હોરર, એક્શન અને ડ્રામા જેવા અલગ-અલગ ઝેનરમાં કામ કર્યું. પણ સાચા અર્થમાં એવિલ કેરેક્ટર આ પહેલી વાર કરી રહ્યો છું. હું પોતાને સતત ચેલેન્જ કરવા માંગું છું અને હૈવાન મારા માટે એ જ ચેલેન્જ છે.”

આ ફિલ્મ અંગે ડાયરેક્ટર પ્રિયદર્શનનુ કહેવું છે કે, “Bhooth Banglaના શૂટ દરમિયાન એક દિવસ અક્ષયને હું કેઝ્યુઅલી બીની પહેરેલા જોયો અને તે લુક મને તરત જ ગમી ગયો. હૈવાનમાં તેને બીની પહેરાવવાનો આઈડિયા મારો જ હતો. હું તેને હૈવાનની સ્ટોરી સંભળાવી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે તેઓ આ રોલ નહીં કરે. મેં પૂછ્યું કે આ રોલ કોણ કરી શકે? ત્યારે તેને કહ્યું, ‘શું હું કરી શકું?’ તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. ત્યારે મને લાગ્યું કે મારી ફિલ્મમાં એક અલગ જ અક્ષય કુમાર જોવા મળશે અને એક એક્ટરની પોટેન્શિયલ જોવાનો મોકો મળશે.”

વધુ વાંચો : કોણ છે ગોવિંદાની રુમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ સ્વર્ણકાર? જેની સાથે ઉડી છે અફેરની ચર્ચા

હૈવાન 11 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. તેમાં અક્ષય કુમાર સાથે સૈફ અલી ખાન, સૈયમી ખેર અને શ્રીય પીલ્ગાઓન્કર પણ છે. આ વર્ષે અગાઉ પ્રિયદર્શનનુ અને અક્ષયએ હોરર-કૉમેડી Bhooth Bangla આપી હતી જે હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ અક્ષયે Welcome To The Jungle સાથે પણ સફળતા મેળવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haiwaan Akshay Kumar evil character

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ