બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે 17 ફિલ્મ-સિરીઝ, બનાવી દો વીકેન્ડ પ્લાન

મનોરંજન / 14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે 17 ફિલ્મ-સિરીઝ, બનાવી દો વીકેન્ડ પ્લાન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:28 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Friday OTT Release: આ શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર 17 નવી ફિલ્મો અને શ્રેણીઓ રિલીઝ થઈ રહી છે. નીચે આપેલ લીસ્ટ ચેક કરી તમારી પસંદગીની ફિલ્મો જોઇ શકો છો.

14th August Release: ઓટીટી પ્રેમીઓ માટે આ લોન્ગ વીકેંડ ખાસ બનવાનો છે. 14 ઓગસ્ટના વિવિધ ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી નવી ફિલ્મો અને વેબ શ્રેણીઓ રિલીઝ થઈ રહી છે. આમાં હોરર, થ્રિલર, એક્શન, રોમાન્સ, કોમેડી અને ડ્રામા જેવા શૈલીઓનો સમાવેશ થાય છે.

અરૂપી

OTT: એમેઝોન પ્રાઇમ વિડીયો, હોરર થ્રિલર, કલાકાર: નિરંજન

કહાની એક એવી હવેલીની છે જ્યાં ઢીંગલીમાં ફસાયેલી 'પદ્મિની' નામની આત્મા આકસ્મિક રીતે મુક્ત થઈ જાય છે. હવેલીનો છેલ્લો વારસદાર નિરંજન માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. તે જે જુએ છે તે વાસ્તવિક છે કે તેના મગજનો ભ્રમ છે તે સમજવું મુશ્કેલ બની જાય છે.કોકટેલ 2 Cocktail 2

ઓટીટી: નેટફ્લિક્સ, શૈલી: રોમેન્ટિક ડ્રામા

અભિનેતા: શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના

શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના અભિનીત આ ફિલ્મ એક ટ્રાયએગલ પર આધારિત છે. થિયેટરમાં રિલીઝ થયા પછી દર્શકો હવે તેને OTT પર જોઈ શકશે.

ભારત ભાગ્ય વિધાતા

ઓટીટી: ZEE5, શૈલી: ડ્રામા

અભિનેતા: કંગના રનૌત, ગિરિજા ઓક, સ્મિતા તાંબે, પ્રસાદ ઓક અને એશા ડે

આ ફિલ્મ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાથી પ્રેરિત છે. કહાની આરોગ્યસંભાળ કાર્યકરો અને હોસ્પિટલ સ્ટાફની હિંમત દર્શાવે છે જેમણે મુશ્કેલ સમયમાં લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

પાવર બુક III: રાઇઝિંગ કનાન

ઓીટટી: લાયન્સગેટ પ્લે

શૈલી: ક્રાઇમ ડ્રામા

કલાકાર: મેકાઈ કર્ટિસ, ઓમર એપ્સ

"પાવર" યૂનિવર્સની આ ચર્ચિત શ્રેણી તેની પાંચમી અને અંતિમ સીઝન સાથે સમાપ્ત થઈ રહી છે. ફિનાલે હવે ભારતીય દર્શકો માટે ઉપલબ્ધ છે.

1917

ઓટીટી: લાયન્સગેટ પ્લે, શૈલી: વોર ડ્રામા, કલાકાર: જ્યોર્જ મેકે, ડીન-ચાર્લ્સ ચેપમેન

સેમ મેન્ડેસની આ ઓસ્કાર વિજેતા ફિલ્મ પ્રથમ વિશ્વયુદ્ધ પર આધારિત છે. તેમાં, બે બ્રિટિશ સૈનિકો દુશ્મનના પ્રદેશમાં ઊંડાણમાં એક અત્યંત ખતરનાક મિશન પર નીકળે છે.

મિસ્ટર વર્ક ફ્રોમ હોમ (Mr Work From Home)

ઓટીટી: સન એનએક્સટી, શૈલી: ફેમિલી કોમેડી

અભિનેતા: ત્રિગુણા, પાયલ, વિવાહ હર્ષ, અનીશ કુરુવિલા, સત્ય કૃષ્ણન, હર્ષ વર્ધન, શિવાજી રાજા, વેણુ યેલદાની અને સપ્તગિરી

આ એક કૌટુંબિક ફિલ્મ છે જે એક છોકરા અને છોકરીના રોજિંદા મસ્તી, કોમેડી, નાટક અને રોમાંસ પર આધારિત છે.

હાર્ટિન

ઓટીટી: એમેઝોન પ્રાઇમ વિડીયો

શૈલી: રોમેન્ટિક ડ્રામા

કલાકાર: સનાથ, મેડોના સેબેસ્ટિયન અને અમાયા ટી.

શિવા તેની યાદશક્તિ ગુમાવી દીધા પછી નવી જીદગીની શરૂઆત કરે છે. પરંતુ એક અકસ્માત તેને તેના ભૂતકાળમાં પાછો લઈ જાય છે, અને તેનું જીવન નાટકીય રીતે બદલાવા લાગે છે.

MLB ફિલ્ડ ઓફ ડ્રીમ્સ: ફિલીઝ વિરુદ્ધ ટ્વિન્સ (MLB Field of Dreams: Phillies vs. Twins)

ઓટીટી: નેટફ્લિક્સ, શૈલી: લાઈવ સ્પોર્ટ્સ

કલાકાર: ડોન મેટિંગલી, ફિલાડેલ્ફિયા ફિલીઝ, ડેરેક શેલ્ટન અને મિનેસોટા ટ્વિન્સ

કહાનીઃ મેજર લીગ બેઝબોલનો મુકાબલો આઇઓવા કોર્નફિલ્ડમાં યોજાશે, જેમાં ફિલાડેલ્ફિયા ફિલીઝ અને મિનેસોટા ટ્વિન્સ આમને-સામને થશે.

ડોન્ટ સે ગુડ લક

ઓટીટી: નેટફ્લિક્સ, શૈલી: કોમેડી-ડ્રામા

કલાકાર: સની સેન્ડલર, મેલાની લિન્સ્કી, સ્ટેફની બીટ્રીઝ અને સ્ટીવ બુસેમી

વાર્તા એક હાઇ-સ્કૂલના મ્યુઝિકલ શો દરમિયાન શરૂ થાય છે, જ્યાં સોફીની મહત્વાકાંક્ષાઓ તેના પરિવારિક ડ્રામા સાથે ટકરાય છે.

વિશ્વનાથ એન્ડ સન્સ

ઓટીટી: એમેઝોન પ્રાઇમ વિડીયો, શૈલી: રોમેન્ટિક ડ્રામા

કલાકાર: સુર્યા, મમિતા બૈજુ, રવિના ટંડન અને રાધિકા સરથકુમાર

સંજય વિશ્વનાથ એક સિંગલ ફાધર અને શૂટર છે. તે તેના પુત્રની બીમારી દરમિયાન મેડીને મળે છે. બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે.

આ ફિલ્મો પણ રિલિઝ થશે

પલ્લાબુરુસુ (Pallaburusu)

મધુરમી જીવિતમ (Madhuramee Jeevitham)

પંચાલી પંચભર્તૃકા (Panchali Panchabhartruka)

ચાર્જશીટ 03-08 (Chargesheet 03-08) OTT: ZEE5

અગાધા OTT: એમેઝોન પ્રાઇમ વિડીયો

મગુડમ (Magudam)

આખીરી સવાલ (Aakhiri Sawaal)

VTV Digital 1

આ પણ વાંચોઃ બોલિવૂડ / હીરો નહીં, હવે બનશે 'હૈવાન', અક્ષય કુમારનો સૌથી ડરામણો અવતાર

કોણે કઈ ફિલ્મ જોવી જોઈએ?

જો તમને હોરર અને થ્રિલર ગમે છે, તો તમે 'અરૂપી' અને 'અગાધા' જોઈ શકો છો. રોમાંસ અને ડ્રામા માટે 'કોકટેલ 2', 'હાર્ટઇન' અને 'વિશ્વનાથ એન્ડ સન્સ' સારા વિકલ્પ બની શકે છે. જેમને કોમેડી ગમે છે, તેમના માટે 'મિસ્ટર વર્ક ફ્રોમ હોમ' અને 'પલ્લબુરુસુ' જેવા વિકલ્પો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Netflix OTT release OTT

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ