બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:29 PM, 13 August 2026
1/5
ફેંગશુઇમાં બેડરુમમાં લઇને કોઇ રીતના નિયમ અને માન્યતાઓ છે. આ ફક્ત સુવાની જગ્યા જ નથી હોતી. દિવસભર થાક્યા બાદ આ જ રુમામાં વ્યક્તિ આરામ કરે છે. ઘરમાં આ જ એક રુમ હોય છે જ્યાં તમે સૌથી વધારે રિલેક્સ થાઓ છો. ફેંગશુઇ અનુસાર, ફક્ત બેડરુમની સાફ-સફાઇ જ નહીં પરંતુ અનેક વાતોનું ધ્યાન રાખવુ જરુરી હોય છે. જો આ વસ્તુઓને નજર અંદાજ કરવામાં આવે તો પરિવારના સભ્યોની વચ્ચે તણાવની સ્થિતિ બને છે નહીં તો હંમેશા સુખ-શાંતિ ભંગ થશે. જાણો આખરે બેડ રુમથી જોડાયેલા કઇ ભૂલો છે જે આપણે કરવાથી બચવુ જોઇએ?
2/5
બેડરૂમમાં ક્યારેય પણ અરીસાને બેડની બરાબર સામે ન રાખવો જોઈએ. જો સૂતી વખતે તમારી છબી દર્પણમાં દેખાય, તો તે નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરી શકે છે. આનાથી ઊંઘની સમસ્યા, માનસિક તણાવ અને વૈવાહિક જીવનમાં મતભેદો થઈ શકે છે. જો દર્પણને હટાવવું શક્ય ન હોય, તો રાત્રે તેને કપડાથી ઢાંકી દો અથવા તેને કોઈ અન્ય દિશામાં રાખો.
3/5
સામાન્ય રીતે ઓછી જગ્યા હોવાના કારણે મોટા ભાગે લોકો બેડની નીચે ઇલેક્ટ્રોનિક સામાન, બૂટ ચપ્પલ કે પછી એવી વસ્તુઓ રાખે છે જેની જરુરીયાત વધુ હોતી નથી. જો કે ફેંગશુઇ અનુસાર, બેડની નીચેનો ભાગ ખાલી અને સાફ રાખવો જોઇએ. આમ કરવાથી બેડરુમમાં સકારાત્મક એનર્જી બનેલી રહે છે. જો બેડની નીચે વસ્તુઓ રાખવામાં આવે તો નેગેટીવ એનર્જી આવી શકે છે અને મન શાંત રહેતુ નથી.
4/5
ફેંગશુઇ અનુસાર, બેડરુમના ડેકોરને લઇ હંમેશા સતર્ક રહેવુ જોઇએ. ડેકોરના નામ પર કઇ પણ ના રાખવુ જોઇએ. આ એક એવી જગ્યા છે જે આરામ કરે છે અને મન શાંત રહે છે. આ જગ્યા પર ફાઉન્ટેનવાળો ડેકોર અને વધારે છોડ રાખવા ના જોઇએ. ફેંગશુઇમાં માન્યતા છે કે, પાણી અને લીલા છોડની એનર્જી રુમની શાંત એનર્જીને એક્ટિવેટ કરી શકે છે. જેનાથી આરામ અને શાંતિ ભંગ થવાની શક્યતા વધારે રહે છે.
5/5
(1) પોતાના બેડરુમને સાફ રાખો, નિયમિત રુપથી સફાઇ કરતા રહો. (2) જો બેડની સામે અરીસો લગાવેલો છે તો તેની પર કોઇ પરદો ના લગાવો. (3) પ્રયત્ન કરો કે બેડની નીચે નકામી કે કામની વસ્તુઓ ના રાખો. (4) બેડરુમમાં જો ડેકોરનો સામાન રાખી રહ્યા છો તો જોડીઓમાં જ રાખો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ