ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:14 PM, 11 August 2026
ADVERTISEMENT
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા XI સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. હવે શ્રેણી શરૂ થાય તે પહેલાં શ્રીલંકાને બેવડો ફટકો પડે તેવું લાગે છે. યજમાન ટીમના એક નહીં, પરંતુ બે ખેલાડીઓ ઘાયલ થયાના અહેવાલ છે.
ADVERTISEMENT
એક અહેવાલનું માનીએ તો ટોચના ક્રમના બેટ્સમેન પથુમ નિસાન્કા અને વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસ પ્રથમ ટેસ્ટ માટે રિકવર થવાની આશા નથી. મુદ્દો ફક્ત પ્રથમ ટેસ્ટ માટે તેમની ઉપલબ્ધતાનો નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે બીજી ટેસ્ટ માટે તેમની ઉપલબ્ધતા સવાલોના ઘેરામાં છે.
બંને ખેલાડીઓને થયેલી ઇજાઓ તેમને આખી શ્રેણીમાંથી બહાર રાખી શકે છે. નિસાન્કા કાંડાની ઇજાથી પીડાઈ રહી છે. બીજી તરફ મેન્ડિસને લંકા પ્રીમિયર લીગ દરમિયાન હેમસ્ટ્રિંગની ઇજા થઈ હતી. જોકે શ્રીલંકન બોર્ડે હજુ સુધી આ બંને ટેસ્ટ શ્રેણીમાં રમશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર અપડેટ શેર કર્યું નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પોર્ટસ / IPLના જાણીતા ક્રિકેટરની ધરપકડ! લગ્નની લાલચ આપી કર્યું ખોટું કામ
ADVERTISEMENT
નિશાંકાની જગ્યાએ નિશાન મદુષ્કાને ટોપ-ઓર્ડર બેટ્સમેન તરીકે સામેલ કરી શકાય છે. શ્રીલંકા વિકેટકીપર મેન્ડિસને લઇ વધુ ચિંતિત હોઈ શકે છે. ટીમ પાસે ઘણા વિકલ્પો છે. શ્રીલંકા બંને ખેલાડીઓ અંગે શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT