બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PNB Oneના નામે APK ફાઈલ મોકલી ઠગબાજોએ 31,000 મોબાઈલ કર્યા હેક

ગુજરાત / PNB Oneના નામે APK ફાઈલ મોકલી ઠગબાજોએ 31,000 મોબાઈલ કર્યા હેક

Published By: Nidhi Panchal
Reported By: Dhruv Sompura

Last Updated: 09:54 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત સાયબર સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ ચલાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓને બિહારના પટનાથી ઝડપી પાડ્યા છે. PNB Oneના નામે બોગસ APK ફાઈલ મોકલી હજારો લોકોના મોબાઈલ હેક કરી રૂ.125 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સુરત સાયબર સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ ચલાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. PNB One એપ્લિકેશનના નામે બોગસ APK ફાઈલ બનાવી લોકોને તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરાવી હેક કરતી ગેંગના ચાર આરોપીઓને બિહારના પટનાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પટનાની એક હોટલમાં રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે સુરત પોલીસની ટીમે વેશપલટો કરીને મધરાતે હોટલ પર દરોડો પાડી ચારેયને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં આરોપીઓના તાર ઝારખંડની જામતારા ગેંગ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

surat-2

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ PNB Oneના નામે બોગસ APK ફાઈલ તૈયાર કરીને દેશભરના અલગ-અલગ મોબાઈલ નંબર પર મોકલતા હતા. જે પણ વ્યક્તિ આ ફાઈલ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને ઓપન કરતી, તેના ફોનનો સંપૂર્ણ એક્સેસ આરોપીઓ પાસે પહોંચી જતો હતો. ત્યારબાદ તેઓ મોબાઈલમાં રહેલો તમામ ડેટા હેક કરીને બેંકની વિગતો મેળવી લેતા અને થોડા જ સમયમાં ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા.

એક વ્યક્તિ સાથે રૂ.5 લાખની છેતરપિંડી થઈ

આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સુરતના એક વ્યક્તિ સાથે રૂ.5 લાખની છેતરપિંડી થઈ હતી. ફરિયાદ મુજબ, 15થી 18 મે દરમિયાન આરોપીઓએ પંજાબ નેશનલ બેંકના નામે બનાવટી "PNB One.APK" ફાઈલ મોકલી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી તે ફાઈલ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. ફાઈલ ઇન્સ્ટોલ થતાં જ ફોનનો સંપૂર્ણ કંટ્રોલ આરોપીઓ પાસે પહોંચી ગયો અને ફરિયાદીને જાણ પણ ન પડે તે રીતે તેના ખાતામાંથી રૂ.5 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ભોગ બનનાર વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

કૌભાંડના તાર ઝારખંડના જામતારા

સાયબર સેલની તપાસ દરમિયાન આ કૌભાંડના તાર ઝારખંડના જામતારા અને દેવધર વિસ્તારમાં મળ્યા હતા. આરોપીઓનો પીછો કરતાં સુરત પોલીસની ટીમ ટ્રેન અને રોડ માર્ગે સતત તેમની પાછળ લાગી રહી હતી. આખરે આરોપીઓ પટનાની એક હોટલમાં રોકાયા હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે વેશપલટો કરીને મધરાતે જ દરોડો પાડ્યો અને ચારેય આરોપીઓને ઝડપી લીધા. આરોપીઓ સુધી પહોંચવા માટે સુરત પોલીસે કુલ 2,456 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

APK ફાઈલોના ડેટાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી

આરોપીઓ પાસેથી કબજે કરાયેલી APK ફાઈલોના ડેટાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં બેંક, સરકારી યોજનાઓ, RTO ચલણ, કસ્ટમર સપોર્ટ અને હોસ્પિટલોના નામે બનાવવામાં આવેલી કુલ 336 બોગસ APK ફાઈલો મળી આવી છે. આ તમામ વાયરસયુક્ત ફાઈલો દેશભરમાં મુખ્યત્વે વોટ્સએપ મારફતે ફેલાવવામાં આવતી હતી. અત્યાર સુધીમાં આશરે 31,174 મોબાઈલ ડિવાઇસમાં આ ફાઈલો ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. જેમાંથી 5,613 નિર્દોષ નાગરિકોના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવી કુલ 1,06,643 ડેબિટ ટ્રાન્ઝેક્શન દ્વારા **રૂ.1,25,39,48,187 (આશરે રૂ.125.39 કરોડ)**ની સાયબર છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન અગાઉ ઉત્તર પ્રદેશના કાસગંજથી 18 વર્ષીય રોહિત શાક્ય

આ જ કેસની તપાસ દરમિયાન અગાઉ ઉત્તર પ્રદેશના કાસગંજથી 18 વર્ષીય રોહિત શાક્ય નામના માસ્ટરમાઇન્ડ ડેવલપરની પણ ધરપકડ કરવામાં આવી હતી. માત્ર ધોરણ 11 પાસ આ યુવકે જામતારા ગેંગની માંગ મુજબ 121 બોગસ APK ફાઈલો તૈયાર કરી આપી હતી. તપાસ મુજબ, આ ફાઈલો દ્વારા જ આશરે રૂ.64.38 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આવતીકાલ સવારના 10 વાગ્યે CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, ચર્ચાશે આ મુદ્દા

હાલમાં સુરત સાયબર ક્રાઇમ સેલે ચારેય આરોપીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ ગેંગના આંતરરાજ્ય નાણાકીય નેટવર્ક, અન્ય સાગરિતો અને નાસતા-ફરતા આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશા છે કે આ તપાસમાં દેશવ્યાપી સાયબર ફ્રોડના વધુ મોટા નેટવર્કનો પણ પર્દાફાશ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud PNB One APK Surat Cyber Cel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ