ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જમીનમાં 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને કરતા ક્રૂડ ઓઇલની ચોરી, 8ની ધરપકડ
Last Updated: 06:56 PM, 11 August 2026
ADVERTISEMENT
ગુજરાત ATSએ ક્રૂડ ઓઈલની ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 8 આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પંચર કરી ચોરી કરતા હતા.
ADVERTISEMENT
આરોપીઓ જમીનમાં આશરે 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો
મળતી માહિતી મુજબ, આરોપીઓ જમીનમાં આશરે 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને HPCLની પાઈપલાઈન સુધી પહોંચતા હતા. ત્યારબાદ પાઈપલાઈનમાં પંચર કરી તેના પર ગેરકાયદેસર રીતે વાલ્વ લગાવી ક્રૂડ ઓઈલ બહાર કાઢવામાં આવતું હતું.
ADVERTISEMENT

ચોરાયેલ ઓઈલ ક્યાં વેચતા
ADVERTISEMENT
ચોરી કરાયેલું ક્રૂડ ઓઈલ ત્યારબાદ ગુજરાતમાં લાવવામાં આવતું હતું અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી તપાસ દરમિયાન સામે આવી છે. આ સમગ્ર કામગીરીમાં સંડોવાયેલી ગેંગના સભ્યો સામે ગુજરાત ATSએ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ચાંદીપુરમ વાયરસના લીધે રાજ્યમાં બાળકીનું મોત, હાથ ધરાયો સર્વે
ADVERTISEMENT
ATSએ કુલ 8 આરોપીની ધરપકડ કરી
ગુજરાત ATSએ કુલ 8 આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે. ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, ચોરી કરાયેલું ક્રૂડ ઓઈલ કોને વેચવામાં આવતું હતું તેમજ અગાઉ આવી કેટલી ચોરીઓ કરવામાં આવી છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ATSની તપાસમાં ગેંગના અન્ય સાગરીતો અને ક્રૂડ ઓઈલની ચોરી તથા વેચાણના સમગ્ર નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT