ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરમ વાયરસના લીધે રાજ્યમાં બાળકીનું મોત, હાથ ધરાયો સર્વે
Last Updated: 06:25 PM, 11 August 2026
ADVERTISEMENT
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આકલિયા ગામમાં ચંદીપુરમ વાયરસના કારણે એક બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. સંભવિત સંક્રમણને રોકવા તેમજ લોકોને સાવચેત કરવા માટે ગામમાં વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામના લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી સાવચેતી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

ઘટના બાદ જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલિયા તેમજ તેમની ટીમ દ્વારા આકલિયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. ટીમે ગામમાં પહોંચીને સમગ્ર વિસ્તારનો સર્વે હાથ ધર્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ઘરોમાં જઈ લોકોના આરોગ્ય અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી તેમજ કોઈ અન્ય વ્યક્તિમાં ચંદીપુરમ વાયરસ જેવા લક્ષણો તો નથી તેની પણ તપાસ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વિવિધ ઘરો તેમજ આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરીને સંક્રમણ ફેલાવાની શક્યતા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગામમાં આવેલા લીપણ તથા માટીના મકાનોમાં પણ વિશેષ રીતે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ આરોગ્ય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
આરોગ્ય વિભાગે માત્ર દવાનો છંટકાવ જ કર્યો નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે ગામના લોકોને જરૂરી સમજણ પણ આપી છે. આરોગ્ય કર્મચારીઓએ લોકોને સ્વચ્છતા જાળવવા, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અને કોઈપણ પ્રકારના તાવ કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
આ દરમિયાન મૃતક બાળકીના પરિવારના ઘરે પણ જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમણે પરિવારજનો સાથે વાતચીત કરી અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. સાથે જ પરિવારને જરૂરી માર્ગદર્શન અને આરોગ્ય સંબંધિત સાવચેતી રાખવા અંગે પણ સૂચનો આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આરોગ્ય વિભાગ દ્વારા ગામના લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે યોગ્ય સમજણ અને જરૂરી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું. હાલમાં આકલિયા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સર્વે, દવાનો છંટકાવ તેમજ જાગૃતિની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેથી સંભવિત સંક્રમણને અટકાવી શકાય અને લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT