બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'તારક મેહતા'નો લાગ્યો એવો ચશ્કો, આ છોકરો ઘર છોડી 900 કિમી દૂર મુંબઈ પહોંચી ગયો, જાણો સપનું પૂરું થયું કે નહીં?

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 'તારક મેહતા'નો લાગ્યો એવો ચશ્કો, આ છોકરો ઘર છોડી 900 કિમી દૂર મુંબઈ પહોંચી ગયો, જાણો સપનું પૂરું થયું કે નહીં?

Last Updated: 07:33 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Tarak Mehta Ka Ooltah Chashmah: મધ્યપ્રદેશનો એક 16 વર્ષનો છોકરો, ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" નો ભાગ બનવા માંગતો હતો, તે કોઈને જાણ કર્યા વિના 900 કિલોમીટરનો પ્રવાસ કરીને મુંબઈ પહોંચ્યો. આ ચોંકાવનારી ઘટના બાદ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પ્રતિક્રિયા આપી છે.

1/6

photoStories-logo

1. કોમેડી શો નો જાદુ

લોકપ્રિય કોમેડી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" નો જાદુ વર્ષોથી દર્શકો પર ચડેલો જોવા મળે છે. જોકે મધ્યપ્રદેશના છિંદવાડામાં બનેલી તાજેતરની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સગીર મુંબઇની સફરે પહોચ્યો

અભિનેતા બનવા અને શોમાં ભૂમિકા ભજવવાની ઇચ્છા રાખતા એક 16 વર્ષનો સગીર છોકરો પોતાના ઘર અને પરિવારને કહ્યા વગર એકલો જ પોતાનું ઘર છોડી મુંબઇની સફરે નીકળી ગયો. જ્યારે શોના નિર્માતાઓને આ વાતની જાણ થઈ ત્યારે નિર્માતા અસિત કુમાર મોદીએ પ્રતિક્રિયા આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઘરે સ્કુલ જવાનું કહી મુંબઇની ટ્રેન પકડી

પોલીસ માહિતી અનુસાર, છિંદવાડાના રહેવાસી આ છોકરો 6 ઓગસ્ટના બપોરે શાળાએ જવાનું કહી કરીને પોતાના ઘરેથી નીકળી સીધો રેલ્વે સ્ટેશન ગયો. ત્યાંથી ટ્રેનમાં ચઢ્યા પછી બીજા દિવસે સવારે મુંબઈના ગોરેગાંવ સ્ટેશન પર ઉતર્યા પછી, તે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ની ટીમને મળવા અને કામ માંગવા માટે સીધો ફિલ્મ સિટી ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અસિત કુમાર મોદીની પ્રતિક્રિયા

મીડિયા અહેવાલો અનુસાર નિર્માતા અસિત કુમાર મોદીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે યુવાનોમાં મનોરંજન ઇડસ્ટ્રી માટે આટલો જુસ્સો જોઈને આનંદ થાય છે, પરંતુ સપનાઓને અનુસરતી વખતે સાવધાની અને જવાબદારી ખૂબ જ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મોટા સપના સાથે મહેનત કરો

તેમણે કહ્યું, "મોટા સ્વપ્ન જુઓ, તમારા જુસ્સાને અનુસરો અને તેના માટે સખત મહેનત કરો. પરંતુ હંમેશા યાદ રાખો કે તમારા સ્વપ્ન સુધી પહોંચવાની સફર સ્વપ્ન જેટલી જ મહત્વપૂર્ણ છે."

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માતા-પિતાને અંધારામાં ના રાખો

અસિત મોદીએ યુવા કલાકારોને અપીલ કરી કે તેઓ તેમના પરિવારોને અંધારામાં રાખીને ક્યારેય આટલું મોટું જોખમ ન લે. તેમણે કહ્યું, "તમારો અભ્યાસ, તમારી સલામતી અને તમારા માતાપિતાનો વિશ્વાસ તમારી ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh taarak mehta Mumbai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ