બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "ચૂંટાઈ આવ્યા, પણ બોલવાનો મોકો નહીં", 4 મહિનામાં 5 સભા મુલત્વી રખાતાં વડોદરાના કોર્પોરેટરોમાં રોષ

ગુજરાત / "ચૂંટાઈ આવ્યા, પણ બોલવાનો મોકો નહીં", 4 મહિનામાં 5 સભા મુલત્વી રખાતાં વડોદરાના કોર્પોરેટરોમાં રોષ

Published By: Nidhi Panchal

Last Updated: 06:51 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના બાદ ચાર મહિનામાં એક પણ નિયમિત સભા યોજાઈ નથી. પાંચ સભા મુલતવી રહેતાં કોંગ્રેસે ભાજપના શાસકો પર જનતાનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે મેયરે તેને વર્ષોથી ચાલતી પરંપરા ગણાવી છે.

વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના થયા બાદ પણ હજુ સુધી એક પણ નિયમિત સભા યોજાઈ નથી. છેલ્લા ચાર મહિનામાં કુલ પાંચ સભા મુલતવી રાખવામાં આવી છે. જેના કારણે ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોને એક પણ સભામાં પોતાના વોર્ડના પ્રશ્નો અને લોકોની રજૂઆતો કરવાની તક મળી નથી. આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપના શાસકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે મેયરે સભા મુલતવી રાખવા પાછળ વર્ષોથી ચાલતી પરંપરાને કારણ ગણાવ્યું છે.

vadodara

મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડમાં ચાર મહિનાના સમયગાળા દરમિયાન એક પણ સભા યોજાઈ નથી. આ દરમિયાન કુલ પાંચ સભા મુલતવી રાખવામાં આવી છે. કોર્પોરેટરોનું કહેવું છે કે તેઓ લોકોના મતથી ચૂંટાઈને આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તેમને એક પણ સભામાં જનતાના પ્રશ્નો રજૂ કરવાનો અવસર મળ્યો નથી.

ભાજપના શાસકો પર સીધા આક્ષેપ

કોંગ્રેસના કોર્પોરેટરોએ આ મુદ્દે ભાજપના શાસકો પર સીધા આક્ષેપ કરતાં જણાવ્યું છે કે શહેરમાં વરસાદ બાદ અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. રસ્તા, ગટર, પાણી ભરાવા સહિત અનેક સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવાની જરૂર છે, પરંતુ વારંવાર સભા મુલતવી રાખવામાં આવતાં જનતાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરોનું કહેવું છે કે સમસ્યાઓ અને રજૂઆતોનો સામનો કરવો ન પડે તે માટે ભાજપના શાસકો સભા ટાળી રહ્યા છે.

સભા મુલતવી રહેતાં કોર્પોરેટરોને પોતાની જવાબદારી નિભાવવાનો પણ મોકો મળ્યો

કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે નવા ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાના વિસ્તારના પ્રશ્નો કોર્પોરેશન સમક્ષ મૂકી શકે તે માટે સભા યોજાવું જરૂરી છે. પરંતુ સતત પાંચ સભા મુલતવી રહેતાં કોર્પોરેટરોને પોતાની જવાબદારી નિભાવવાનો પણ મોકો મળ્યો નથી. આથી લોકશાહી પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોવાનું કોંગ્રેસનું કહેવું છે.

મુલતવી રાખવાના નિર્ણય અંગે મેયરેનું નિવેદન

બીજી તરફ, સભા મુલતવી રાખવાના નિર્ણય અંગે મેયરે પોતાનું નિવેદન આપ્યું છે. મેયરના જણાવ્યા અનુસાર, પૂર્વ કોર્પોરેટરના અવસાનના કારણે સભા મુલતવી રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્ષોથી એવી પરંપરા ચાલી આવે છે કે જ્યારે કોઈ પૂર્વ કોર્પોરેટરનું અવસાન થાય ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મહાનગરપાલિકાની સભા મુલતવી રાખવામાં આવે છે. તેથી આ નિર્ણય પણ તે જ પરંપરાના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

પરંતુ વર્ષોથી પાલિકા દ્વારા અનુસરાતી પરંપરા મુજબ જ કાર્યવાહી

મેયરે વધુમાં જણાવ્યું કે આ કોઈ નવો નિર્ણય નથી, પરંતુ વર્ષોથી પાલિકા દ્વારા અનુસરાતી પરંપરા મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે. તેથી સભા મુલતવી રાખવાના નિર્ણયને અન્ય રીતે જોવો યોગ્ય નથી. જોકે કોંગ્રેસના કોર્પોરેટરો આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે શહેરમાં વરસાદ બાદ અનેક સમસ્યાઓ ઊભી થઈ છે અને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે સભા યોજાવું જરૂરી હતું. તેમ છતાં ફરી એકવાર સભા મુલતવી રાખવામાં આવતા જનતાના પ્રશ્નો અને રજૂઆતોને યોગ્ય મંચ મળ્યો નથી.

આ પણ વાંચો : દમણના દરિયામાં ડૂબ્યો યુવક, ફાયર અને રેસ્ક્યૂ ટીમે શોધખોળ હાથ ધરી

હાલ વડોદરા મહાનગરપાલિકાની સભા મુલતવી રહેવાના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ કોંગ્રેસ ભાજપના શાસકો પર જનતાનો અવાજ દબાવવાનો આક્ષેપ કરી રહી છે, જ્યારે બીજી તરફ મેયર વર્ષોથી ચાલતી પરંપરાનો ઉલ્લેખ કરીને નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Municipal Corporation Congress Corporators VMC Meeting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ