બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતમાં આકાર પામશે મા ખોડલધામનું ભવ્ય સંકુલ: મંદિર સાથે શૈક્ષણિક અને આરોગ્ય ધામ પણ ઊભું કરાશે
Last Updated: 12:25 AM, 8 August 2026
સુરતમાં પાટીદાર સમાજ અને ખોડલધામ ટ્રસ્ટની સક્રિયતામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. 'જય ખોડલધામ'ના જયઘોષ સાથે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ આજે સુરતના ખાસ પ્રવાસે હતા. સુરતના અંત્રોલી વિસ્તાર ખાતે આકાર પામનારા ભવ્ય મા ખોડલના મંદિર નિર્માણની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તેમણે શહેરના સચિન અને કઠોદરા વિસ્તારમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન સમગ્ર પ્રકલ્પને ઝડપથી આગળ ધપાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
બેઠકમાં મંદિર નિર્માણને લઈને અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અંત્રોલી ખાતે નિર્માણ પામનારા આ ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત દિવાળી પહેલાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, અંત્રોલી ખાતે ભવ્ય મા ખોડલના મંદિરનું ખાતમુહૂર્ત દિવાળી પહેલાં યોજાશે. આ પ્રકલ્પ કેવળ મંદિર સુધી સીમિત ન રહેતાં, અહીંથી સમાજના લોકો માટે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણના ભવ્ય આયોજનો પણ કાર્યરત કરવામાં આવશે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે અત્યારથી જ આયોજનબદ્ધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ખોડલધામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ન રહેતાં સામાજિક કલ્યાણનું ધામ બને તેવા હેતુથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભવ્ય મંદિરની સાથે આ જ જગ્યા પર વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી, શૈક્ષણિક અને સામાજિક પ્રકલ્પો શરૂ કરવામાં આવશે. સમાજના યુવાનો માટે શિક્ષણની સુવિધાઓ અને જરૂરિયાતમંદો માટે આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે અગ્રણીઓ પાસેથી ખાસ સૂચનો મેળવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ / AIથી હાર્ટ ફેલ્યોર પહેલાં જ ડૉક્ટરને એલર્ટ, મૈરિંગો CIMSએ બચાવ્યા 115થી વધુ જીવ
ADVERTISEMENT
આ બેઠકમાં ઉપસ્થિત ઔદ્યોગિક અને સામાજિક શ્રેષ્ઠીઓએ ખોડલધામના આ નૂતન પ્રકલ્પને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. આગામી સમયમાં આ જગ્યાને સુરત અને દક્ષિણ ગુજરાતના પાટીદાર સમાજ માટે સેવા, શિક્ષણ અને સહકારનું આધુનિક કેન્દ્ર બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે. આ બેઠકને પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ અને એકતા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.