બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ફાયર એનઓસી મંજૂર કરવા લાંચ લેતા બે ઝડપાયા

Ahmedabad News / અમદાવાદમાં ફાયર એનઓસી મંજૂર કરવા લાંચ લેતા બે ઝડપાયા

Published By: Ajitsinh Jadeja
Reported By: Dipak Solanki

Last Updated: 11:53 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં 6 બિલ્ડિંગોની ફાયર એનઓસી મંજૂર કરવા લાંચ માગનાર મનપાના ક્લાસ વન ચીફ ફાયર ઓફિસર અને એક ખાનગી વ્યક્તિ એસીબી ટ્રેપમાં ઝડપાયા છે.

Ahmedabad News: અમદાવાદમાં 6 બિલ્ડિંગોની ફાયર એનઓસી મંજૂર કરવા લાંચ માગનાર મનપાના ક્લાસ વન ચીફ ફાયર ઓફિસર અને એક ખાનગી વ્યક્તિ એસીબી ટ્રેપમાં ઝડપાયા છે.

મનપાના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી રૂપિયા 36,000ની લાંચ લેતાં ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને મેમનગર યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે એસીબીએ ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા છે.

અમદાવાદ શહેરની 6 બિલ્ડિંગોની ફાયર એનઓસી મંજૂરી અર્થે ફરિયાદ કરનાર નાગરિકે સરકારના પોર્ટલ દ્વારા મોકલી હતી. આ એનઓસી મંજૂર કરવા માટે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમીતકુમાર આનંદરાવ ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના શખ્સે 6,000 લેખે દરેક એનઓસીના મળી કુલ 36 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

લાંચ નહી આપવા માગતા આ જાગૃત નાગરિકે વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનો સંપર્ક કર્યો હતો. જેને લઇ આજે 7 ઓગસ્ટે એસીબીએ મેમનગર સ્થિત યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે રોડ પર ટ્રેપ ગોઠવી હતી. આ દરમિયાન લાંચની રકમ સ્વીકારવા આવેલ ભાવસિંહ ઝાલાને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.

VTV Digital 1

આ પણ વાંચોઃ અમદાવાદ / AIથી હાર્ટ ફેલ્યોર પહેલાં જ ડૉક્ટરને એલર્ટ, મૈરિંગો CIMSએ બચાવ્યા 115થી વધુ જીવ

વચેટિયા ભાવસિંહ ઝાલાની ધરપકડ અને તેની પૂછપરછમાં લાંચનું નેટવર્ક સામે આવ્યા બાદ એસીબીની ટીમે એએમસીના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ અટકાયત કરી છે.

અમિત ડાંગરેના કહેવાથી ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલાએ લાંચની માંગણી કરી, સ્વીકારી એકબીજાને ગુનાનું દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય જેથી બંને આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ACB Trap Fire NOC Ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ