બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / બે અલગ-અલગ માર્ગ અકસ્માત CCTVમાં કેદ, અમદાવાદમાં એક ઈજાગ્રસ્ત તો કેશોદમાં પતિ-પત્નીનું મોત

ગુજરાત / બે અલગ-અલગ માર્ગ અકસ્માત CCTVમાં કેદ, અમદાવાદમાં એક ઈજાગ્રસ્ત તો કેશોદમાં પતિ-પત્નીનું મોત

Published By: Kalpesh Kandoria

Last Updated: 11:03 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતોની ઘટના CCTVમાં કેદ થઈ છે. અમદાવાદમાં રિક્ષા-એક્ટિવાની ટક્કરમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો, જ્યારે કેશોદ નજીક કારની ટક્કરે બાઈક સવાર દંપતીનું મોત નીપજ્યું.

ગુજરાતમાં વધુ બે માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક કારની ટક્કરે બાઈક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને અકસ્માતોના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

અમદાવાદના વ્યાસવાડી ચોકડી પાસે એક રિક્ષાચાલકે રોંગ સાઇડમાં યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરતાં એક્ટિવા સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બીજી તરફ જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સામે આવેલા CCTV ફૂટેજ મુજબ, એક કારચાલકે બાઈકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક પર સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Accident Gujarat Accident News Keshod Accident

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ