બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / 1,000 વર્ષ જૂના ગોપીનાથ મંદિરના ત્રિશૂળને જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત, આજે પણ અકબંધ છે રહસ્ય
6 ફોટો ગેલેરી
Last Updated: 11:19 PM, 7 August 2026
1/6
ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયની શાંત અને મનોહર ઘાટીઓમાં વસેલું ચમોલી જિલ્લો પોતાની અનોખી ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરો માટે જાણીતું છે. આ જ જિલ્લાના મુખ્યાલય ગોપેશ્વરના હૃદયસ્થાને આવેલું શ્રી ગોપીનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત એક અતિ પ્રાચીન અને પવિત્ર ધામ છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ કત્યૂરી રાજવંશની ભવ્ય નાગર શૈલીની વાસ્તુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ છે. તેની અનોખી બાંધકામ શૈલી, ચોવીસ દ્વારવાળું ગર્ભગૃહ અને આંગણામાં ઊભેલો અષ્ટધાતુનો પ્રાચીન વિશાળ ત્રિશૂલ તેને દેશ-વિદેશમાં પ્રખ્યાત બનાવે છે.
2/6
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મંદિરની ભવ્યતાનું વર્ણન કરતાં વિડિયો શેર કર્યો. તેમને લખ્યું કે, “ચમોલી જિલ્લાના ગોપેશ્વરમાં આવેલું પ્રાચીન શ્રી ગોપીનાથ મંદિર ભગવાન શિવની અટૂટ ભક્તિનું બેમિસાલ કેન્દ્ર છે. પ્રકૃતિની ગોદમાં વસેલા આ પવિત્ર ધામમાં મહાદેવના દર્શન મનને અસીમ શાંતિ અને ઊંડા આધ્યાત્મિક અનુભવથી ભરી દે છે. સાવનના પવિત્ર મહિનામાં ચમોલી પહોંચો તો દેવાધિદેવ મહાદેવના દર્શન માટે શ્રી ગોપીનાથ મંદિર અવશ્ય જાઓ અને તેમનો આશીર્વાદ લો.”
3/6
જોકે મંદિરનું નામ ‘ગોપીનાથ’ સામાન્ય રીતે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું લાગે છે, પરંતુ અહીં ભગવાન શિવની પૂજા ગોપી રૂપમાં થાય છે. તેને ચતુર્થ કેદાર ભગવાન રુદ્રનાથનું શીતકાલીન ગદ્દીસ્થાન પણ માનવામાં આવે છે. મંદિરના આંગણામાં હજારો વર્ષ જૂનો અષ્ટધાતુનો વિશાળ ત્રિશૂલ ગાડેલો છે, જે તેની ઐતિહાસિકતા વધારે છે.
4/6
મંદિર સાથે જોડાયેલી એક પ્રચલિત પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં મહારાસ રચી રહ્યા હતા અને બાંસુરીની મોહક ધુન વગાડી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ તે મધુર સ્વર સાંભળીને ત્યાં પહોંચ્યા. આ રાસમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમને ગોપીઓનું રૂપ ધારણ કરવું પડ્યું. ત્યારથી આ સ્થાન પર ભગવાન શિવના ગોપી રૂપની માન્યતા જોડાઈ અને તેનું નામ ગોપેશ્વર તથા મંદિરનું નામ ગોપીનાથ પડ્યું. બીજી એક માન્યતા મુજબ જ્યારે ભગવાન શિવ અહીં તપસ્યામાં લીન હતા ત્યારે કામદેવે તેમની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો. ક્રોધિત શિવજીએ પોતાનો ત્રિશૂલ તેમના પર ફેંક્યો, જે અહીં જ સ્થાપિત થઈ ગયો.
5/6
કત્યૂરી રાજવંશ (આઠમીથી અગિયારમી સદી) દ્વારા નિર્મિત આ મંદિરની અનોખી શૈલી માટે જાણીતું છે. તેનું ગર્ભગૃહ લગભગ ત્રીસ ચોરસ ફૂટનું છે અને ત્યાં સુધી પહોંચવા માટે ચોવીસ દ્વાર બનાવવામાં આવ્યા છે. શિયાળામાં જ્યારે રુદ્રનાથ મંદિરના કપાટ ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ જાય છે, ત્યારે ભગવાન રુદ્રનાથની ઉત્સવ ડોલી અને પ્રતીકાત્મક વિગ્રહને આ જ ગોપીનાથ મંદિરમાં લાવવામાં આવે છે, જ્યાં શિયાળાના મહિનાઓમાં તેમની વિધિવત્ પૂજા-અર્ચના થાય છે. આમ પ્રકૃતિની ગોદમાં વસેલું આ પવિત્ર ધામ ભગવાન શિવ પ્રત્યેની અટૂટ આસ્થાનું અનુપમ કેન્દ્ર છે. અહીં મહાદેવના દર્શન મનને અસીમ શાંતિ અને અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ આપે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ