બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીના વીરપરડા ગામનો કૂવો શાંત થયો, પાણીના ઉછાળા પાછળનું 'રહસ્ય' જાણવા તપાસ તેજ

Morbi / મોરબીના વીરપરડા ગામનો કૂવો શાંત થયો, પાણીના ઉછાળા પાછળનું 'રહસ્ય' જાણવા તપાસ તેજ

Published By: Ajitsinh Jadeja
Reported By: Dev Sanaliya

Last Updated: 06:39 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Veerparda Mysterious Well: મોરબીના વીરપરડા ગામનો કૂવો પાંચ દિવસ પછી શાંત થયો છે. જેને જોવા માટે લોકો અહી આવી રહ્યા છે.

Veerparda Mysterious Well: મોરબીના વીરપરડા ગામનો કૂવો પાંચ દિવસ પછી શાંત થયો છે. જેને જોવા માટે લોકો અહી આવી રહ્યા છે. વીરપરડા ગામમાં એક કુવામાં છેલ્લા પાચ દિવસથી હિલોળા લેતા પાણીને લઇ અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. જો કે કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય જાણવા તપાસ તેજ થઇ છે.

મોરબીના વીરપરડા ગામના રહસ્યમય કૂવાનું પાણી આખરે શાંત થયું છે. છેલ્લા 5 દિવસથી કૂવામાં પાણી હલવાની ઘટના સામે આવી હતી. ઘટનાએ સમગ્ર મોરબી જિલ્લામાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી હતી. અનેક લોકોએ ભૂકંપની આશંકા વ્યક્ત કરી અફવાઓ ફેલાઈ હતી. કુવાથી 500 મિટિર દૂર બીજો કૂવો ત્યાં કોઈ પણ પ્રકારની હલચલ નહીં. દૂરથી દૂરથી લોકો કૂવો જોવા આવી રહ્યા છે.

મોરબી તાલુકાના વીરપરડા ગામે કુવામાં રહસ્યમય કલચલ જોવા મળી રહી હતી. કુવાનું પાણી હાલક-ડોલક થતા ગ્રામજનોમાં કુતુહલ જોવા મળતુ હતું. આ દ્રશ્યો જોવા માટે આસપાસના લોકો પણ અહી પહોચ્યા હતા અને ઘણા લોકો ચમત્કાર ગણી રહ્યા હતા. કૂવામાં પાણી હાલકડોલક થતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં કલેક્ટરના આદેશથી ભૂસ્તર વિભાગની વોટર રિસર્ચ ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ અમદાવાદ / શાળાઓમાં બદલાશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની રીત! હવે ‘પાસ-નાપાસ’ નહીં, ‘ઉદયમાન-નિપુણ’થી થશે ઓળખ

ભૂસ્તર વિભાગના વોટર રિસર્ચ ટીમે વીરપરડા ગામે પહોંચ્યા હતા અને કૂવાના પાણીના સેમ્પલ મેળવવાની સાથે કૂવાની લંબાઈ-પહોળાઈ માપી હતી. આ ઉપરાંત આસપાસના અન્ય કૂવાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.

ભરતી અને ઓટના સમયની અસરને કારણે પાણી ઉછાળા મારતું હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. અહીંથી 15 કિલોમીટર દૂર નવલખી બંદર આવેલું છે. જો કે આજે સવારથી 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા છતાં કૂવાનું પાણી સંપૂર્ણ શાંત જોવા મળ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Veerparda Well Viral News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ