ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શાળાઓમાં બદલાશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની રીત! હવે ‘પાસ-નાપાસ’ નહીં, ‘ઉદયમાન-નિપુણ’થી થશે ઓળખ

અમદાવાદ / શાળાઓમાં બદલાશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની રીત! હવે ‘પાસ-નાપાસ’ નહીં, ‘ઉદયમાન-નિપુણ’થી થશે ઓળખ

Published By: Vishal Khamar

Last Updated: 05:20 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણથી નહીં, પરંતુ તેમની વાસ્તવિક શૈક્ષણિક ક્ષમતાના આધારે કરવામાં આવશે.

ADVERTISEMENT

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણથી નહીં, પરંતુ તેમની વાસ્તવિક શૈક્ષણિક ક્ષમતાના આધારે કરવામાં આવશે. બાલવાટિકાથી ધોરણ-પ સુધીના વિદ્યાર્થીઓનો વાંચન, લેખન અને ગણન સર્વે પૂર્ણ થયા બાદ તેમને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ૦થી ૩૦ ટકા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને ‘ઉદયમાન’, ૩૦થી ૮૦ ટકા ગુણ મેળવનારને ‘પ્રગતિશીલ’ અને ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનારને ‘નિપુણ’ તરીકે ઓળખ આપવામાં આવશે.

ખાસ કરીને ‘ઉદયમાન’ કેટેગરીમાં આવેલાં બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રાજ્યભરમાં ઉપચારાત્મક શિક્ષણની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ પ્રક્રિયાને ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી મિશન સાથે જોડીને બાળકોની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામથી ઓળખવામાં આવતા હતા, પરંતુ હવે દરેક બાળકની વ્યક્તિગત લર્નિંગ પ્રોફાઇલ તૈયાર થશે અને તેના આધારે શિક્ષણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કોલ કરવાના બહાને iPhone લીધો, પછી મહિલાની સોનાની બુટ્ટી ઉતરાવી લૂંટ ચલાવી

સૌથી વધુ ધ્યાન ‘ઉદયમાન’ વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત કરવામાં આવશે. આવાં બાળકો માટે નિયમિત અભ્યાસ ઉપરાંત વિશેષ ઉપચારાત્મક વર્ગો, વધારાનો અભ્યાસ સમય, વ્યક્તિગત માર્ગદર્શન અને સતત પ્રગતિનું મોનિટરિંગ કરવામાં આવશે. શિક્ષકોને પણ આ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે અલગ આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે આ પ્રક્રિયાને ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી મિશન સાથે જોડીને બાળકોની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

primary schools Gujarat Gujarat education FLN Mission

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ