બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 17 ઓગસ્ટથી સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો સંયોગ, 4 રાશિઓ માટે ખુલશે ધનના નવા રસ્તા!

photo-story

5 ફોટો ગેલેરી

Surya-Ketu Gochar 2026 / 17 ઓગસ્ટથી સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો સંયોગ, 4 રાશિઓ માટે ખુલશે ધનના નવા રસ્તા!

Last Updated: 02:28 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Ketu Yuti 2026: જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ઓગસ્ટ મહિનો અત્યંત મહત્વપૂર્ણ છે. 17 ઓગસ્ટ, 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્ય પોતાની જ રાશિ 'સિંહ'માં પ્રવેશ કરશે. નોંધનીય છે કે સિંહ રાશિમાં કેતુ પહેલેથી જ બિરાજમાન છે, જેના પરિણામે સૂર્ય અને કેતુની શક્તિશાળી યુતિ રચાઈ રહી છે.

1/5

photoStories-logo

1. આ યુતિ રાજયોગ સમાન

ખગોળીય અને જ્યોતિષીય એમ બંને દ્રષ્ટિકોણથી આ સ્થિતિ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. જ્યોતિષીઓ અને નિષ્ણાતોના મતે, સૂર્ય અને કેતુની આ યુતિ આગામી 30 દિવસો દરમિયાન અમુક ચોક્કસ રાશિઓ માટે 'રાજયોગ' સમાન પરિણામો લાવશે. આવો જાણીએ કે કઈ રાશિઓને આનાથી સૌથી વધુ લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સૂર્ય-કેતુ યુતિની રાશિઓ પર પ્રભાવ

આ યુતિ સિંહ રાશિમાં બની રહી છે જે સૂર્યદેવની પોતાની રાશિ છે. જ્યારે સૂર્ય પોતાની જ રાશિમાં હોય છે, ત્યારે તે અત્યંત શક્તિશાળી હોય છે. જોકે કેતુ વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે, તેમ છતાં સૂર્ય સાથેની તેની યુતિ પરાક્રમ અને નેતૃત્વના ગુણોમાં વધારો કરનારી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સિંહ રાશિ

આ યુતિ સિંહ રાશિમાં થઈ રહી હોવાથી, આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓને તેનો સૌથી વધુ લાભ મળશે. તમારો આત્મસન્માન અને આત્મવિશ્વાસ નવી ઊંચાઈઓ સર કરશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને નોકરી કરતા વ્યાવસાયિકો માટે પ્રમોશન મળવાના પ્રબળ સંકેતો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેવાની સંભાવના છે. રોકાણથી લાભ થવાની પ્રબળ શક્યતા છે. જો તમે લાંબા સમયથી અટકેલા કોઈ વ્યાવસાયિક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોય, તો તે આ સમયગાળા દરમિયાન સફળ થવાના સંકેતો છે. આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે અને આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે આ ગ્રહ-યુતિ સૌભાગ્યના દ્વાર ખોલશે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ સંબંધિત બાબતો સફળ સાબિત થઈ શકે છે. તમે આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષાયેલા અનુભવશો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

astrology lucky zodiac signs surya ketu yuti 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ