બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / કુખ્યાત કીર્તિ પટેલની પાંચ દિવસમાં ફરી ધરપકડ, લાજપોર જેલમાંથી પુણા પોલીસે ઝડપી, જાણો શું છે કેસ
Last Updated: 03:45 PM, 4 August 2026
સુરતની વિવાદિત ટિકટોકર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો સિકંજો કસાયો છે. બદનક્ષી અને ખંડણી કેસમાં લાજપોર જેલમાં બંધ કીર્તિ પટેલની પુણા પોલીસે ધરપકડ કરી છે. 2019થી જૂઠું બોલીને મકાન ભાડે રાખ્યા બાદ કીર્તિ પટેલે ગેરકાયદે કબજો જમાવી રાખ્યો હતો.
ADVERTISEMENT
ભાડું આપ્યા વિના મકાન ખાલી કરવાનો કર્યો ઈન્કાર
કીર્તિએ કોરોના કાળના નિયમોનો દુરુપયોગ કરીને ભાડું આપ્યા વિના મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી કંટાળેલા મકાનમાલિકે 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો જે પછી પુણા પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલની વધુ કેસોમાં પણ ધરપકડની શક્યતા
ADVERTISEMENT
5 દિવસ પહેલા સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરાઈ
પાંચ દિવસ પહેલા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં વહેલી સવારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કીર્તિ પટેલને ઝડપી લેવામાં આવી હતી. ધરપકડ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાજ્યભરમાં ચર્ચાનો વિષય
ADVERTISEMENT
કીર્તિ પટેલની ધરપકડ બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી વહેલી સવારે થયેલી આ કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને કીર્તિ પટેલને સુરત લઈ જઈને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હવે આ સમગ્ર કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.