બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સરકાર LICમાં 6.5% સુધીનો હિસ્સો વેચી રહી છે, ₹31,410 કરોડ મળવાની શક્યતા; રોકાણકારો-પોલિસીધારકો પર શું થશે અસર?
6 ફોટો ગેલેરી
Last Updated: 02:07 PM, 4 August 2026
1/6
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની, LIC અંગે એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર LICમાં તેનો અમુક હિસ્સોવેચવાની તૈયારી કરી રહી છે. જો તમે LICના શેરમાં રોકાણ કર્યું હોય અથવા તમારા પરિવારમાં કોઈની પાસે LICની પોલિસી હોય, તો સ્વાભાવિક છે કે તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે. આવો સમજીએ કે સરકાર તેનો હિસ્સો શા માટે વેચી રહી છે અને તેની તમારા પર સીધી શું અસર પડશે.
2/6
3/6
આ નિયમનું પાલન કરવા માટે, સરકાર સામાન્ય જનતા અને મોટા રોકાણકારોને તેના શેર વેચી રહી છે. શરૂઆતમાં સરકાર 2 ટકા ભાગ વેચશે, પરંતુ જો માંગ વધારે હશે તો વધારાના 4.5 ટકા હિસ્સાનું વેચાણ કરવામાં આવશે. જો તમામ શેર વેચાઈ જાય, તો સરકારને અંદાજે 31,410 કરોડ રુપિયાની આવક થશે.
4/6
જેઓ શેરબજારમાં રોકાણ કરે છે તેમના માટે નીચા ભાવે શેર ખરીદવાની આ એક સારી તક છે. સોમવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે LICના શેરનો ભાવ 428.50 રુપિયા હતો. જોકે, સરકારે આ વેચાણ (OFS) માટે લઘુત્તમ ભાવ 382 રુપિયા નક્કી કર્યો છે. આનો અર્થ એ છે કે તમને બજારના ભાવ કરતાં લગભગ 11 ટકા ઓછા ભાવે શેર મળી રહ્યા છે. સામાન્ય જનતા (રિટેલ રોકાણકારો) અને LIC કર્મચારીઓ માટે એક વધારાનો લાભ છે: તેમને શેરની અંતિમ કિંમત પર 15 રુપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. મોટા રોકાણકારો માટે આ વેચાણ મંગળવાર, 4 ઓગસ્ટના રોજ શરૂ થયું હતું, જ્યારે રિટેલ રોકાણકારો અને LIC કર્મચારીઓ બુધવાર, 5 ઓગસ્ટના રોજ આ શેર માટે બોલી લગાવી શકશે.
5/6
6/6
સરકાર દ્વારા શેરના વેચાણની તમારી પોલિસી, તેના પર મળેલા બોનસ કે અન્ય કોઈ પણ લાભો પર કોઈ અસર થશે નહીં. તમારી પોલિસીના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને સરકારની ગેરંટી પહેલાની જેમ જ લાગુ રહેશે. LICના નિયમો અને તમારા અધિકારોમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા માત્ર શેરબજારના નિયમોનું પાલન કરવા માટે હાથ ધરવામાં આવી રહી છે; તેની તમારી વીમા કે પોલિસીની સુરક્ષા સાથે કોઈ લેવાદેવા નથી. (DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ