ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:51 PM, 3 August 2026
ADVERTISEMENT
લંડનની ગલીઓ પર જ્યારે બિઝનેસમેન અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ પગ મૂકે છે ત્યારે ફેશન લવર્સની નજરો આપોઆપ તેમના પર અટકી જાય છે. સામાન્ય રીતે ભારે-ભરકમ સાડીઓ, ડિઝાઇનર આઉટફિટ્સ અને કરોડોના હીરાના ઘરેણાંથી સુર્ખિઓમાં રહેતી રાધિકાએ આ વખતે સંપૂર્ણરીતે અલગ રસ્તો પસંદ કર્યો. હાલમાં જ લંડનમાં પતિ અનંત અંબાણી સાથે ફરતી વખતે રાધિકાનો ખુબસાદગીપૂર્ણ પણ રોયલ અંદાજ જોવા મળ્યો. ભારે-ભરકમ સ્ટાઇલને એકબાજુ મૂકીને તેને આ વખતે ‘ક્વાયટ લગ્ઝરી’ એટલે કે કોઈ તડક-ભડક વગરનો મિનિમલિસ્ટ લુક અપનાવ્યો જે તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.
ADVERTISEMENT
રાજઆ કેઝ્યુઅલ આઉટિંગ માટે રાધિકાએ ફેમસ ફ્રેન્ચ ફેશન હાઉસ ડાયોરની મિડ-લેન્થ બેલ્ટેડ ડ્રેસ પસંદ કરી હતી. ક્લાસિક બ્લેક-એન્ડ-વ્હાઇટ હાઉન્ડસ્ટૂથ પ્રિન્ટવાળી આ સ્લીવલેસ ડ્રેસ જોતાં જેટલી સિમ્પલ લાગતી હતી તેટલી જ ગ્રેસફુલ પણ. આ ડ્રેસની સૌથી મોટી ખાસિયત તેની નેકલાઇન પર લાગેલો સેટિન બો હતો જેના પર સિલ્વર ટોનમાં બ્રાન્ડનું ટ્રેડમાર્ક CD સિગ્નેચર બનાવેલું હતું. સાથે જ વેસ્ટલાઇનને ઉભારવા માટે મેચિંગ બકલ બેલ્ટ આપવામાં આવી હતી. સાફ સિલાઈ, શાનદાર ફિટિંગ અને ની-લેન્થ કટે રાધિકાના આ આખા લુકને ખુબ ક્લાસી અને ફેમિનિન ટચ આપ્યો હતો.
ADVERTISEMENT
રાધિકાના આ લુકની સૌથી ખાસ વાત એ રહી કે તેમણે તેને કોઈ પણ પ્રકારના લાઉડ એક્સેસરીઝથી ઓવરલોડ ન કર્યો. તેને હેવી નેકલેસ કે ઇયરરિંગ્સને સંપૂર્ણરીતે સ્કિપ કર્યા અને તેની જગ્યાએ માત્ર ડેઈલી-વેર ડાયમંડ સ્ટડ્સ, એક પાતળું બ્રેસલેટ અને કાંડા પર સ્માર્ટવોચ પહેરી હતી. પગમાં તેને ક્લાસિક બ્લેક પૉઇન્ટેડ-ટો પંપ્સ પેર કર્યા હતા જે તેની ડ્રેસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન લાગતા હતા. આ સાબિત કરે છે કે જ્યારે સ્ટાઇલની વાત આવે ત્યારે ક્યારેક સિમ્પલ અને ઓછી વસ્તુઓ જ સૌથી વધુ ધ્યાન ખેંચે છે.
ADVERTISEMENT
કપડાં અને એક્સેસરીઝની જેમ જ રાધિકાનો બ્યુટી લુક પણ ખુબ રિફ્રેશિંગ અને નેચરલ હતો. તેને વાળને હાફ-ટાઈ સ્ટાઇલમાં સોફ્ટ વેવ્સ સાથે ખુલ્લા છોડ્યા હતા. મેકઅપની વાત કરીએ તો ચહેરા પર હળવો ગ્લો, હળવી ડિફાઇન્ડ આંખો અને ન્યૂડ લિપસ્ટિક સાથે તેમણે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો. આ મિનિમલ મેકઅપને કારણે આખું ફોકસ તેની ડ્રેસની સિલાઈ અને તેમના નેચરલ ચાર્મ પર જ અટક્યું રહ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેશનની દુનિયામાં આ દિવસોમાં ‘ક્વાયટ લગ્ઝરી’નો ટ્રેન્ડ ખૂબ છવાયેલો છે. તેનો સીધો મતલબ છે એવા કપડાં અને સ્ટાઇલ પસંદ કરવા જે કોઈ મોટા બ્રાન્ડના મોટા-મોટા લોગો કે તડક-ભડકનું પ્રદર્શન ન કરે પણ પોતાના શાનદાર ફેબ્રિક, કટિંગ અને સિલાઈથી જ પોતાની કિંમત અને રોયલ્ટી જાતે જાહેર કરે. રાધિકા મર્ચન્ટનો આ લંડન લુક આ જ ફેશન ફિલોસોફીનું શાનદાર ઉદાહરણ છે. જેમાં તેને સાબિત કરી દીધું કે અસલી એલિગન્સ બતાવામાં નથી પણ સાચા પસંદગી અને સાદગીમાં છુપાયેલી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT