બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / મીરાબાઈ ચાનૂ, નીરજ ચોપરા સહિત ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ, જાણો કોને જીત્યા ગોલ્ડ અને અન્ય મેડલ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2026 / મીરાબાઈ ચાનૂ, નીરજ ચોપરા સહિત ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ, જાણો કોને જીત્યા ગોલ્ડ અને અન્ય મેડલ્સ

Published By: Bijal Vyas

Last Updated: 08:17 AM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

india top medal winner list: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સરોએ પોતાની ક્ષમતા સાબિત કરી. આ ઉપરાંત, મીરાબાઈ ચાનુ સહિતના આઠ ખેલાડીઓ વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતવામાં સફળ રહ્યા.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ની ભારત માટે શાનદાર રહી હતી. ભારતીય ખેલાડીઓએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે મેડલની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતે 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39મેડલ જીત્યા હતા.

આ મેડલની યાદીમાં માત્ર ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા જ ભારતથી આગળ રહ્યા. આ વખતે કુસ્તી, બેડમિન્ટન અને હોકી જેવી રમતો કોમનવેલ્થ ગેમ્સનો ભાગ નહોતી. તેમ છતાં, ભારતીય ખેલાડીઓએ બોક્સિંગ, જુડો, એથ્લેટિક્સ અને પેરા-એથ્લેટિક્સમાં પોતાની છાપ છોડી.

ભારતીય બોક્સરોએ મુક્કાઓનો એવો તો વરસાદ વરસાવ્યો કે તેમના પ્રતિસ્પર્ધીઓ લાચાર બની ગયા. ભારતે માત્ર બોક્સિંગમાં જ કુલ સાત સુવર્ણ ચંદ્રકો જીત્યા. મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને રિંગમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. પ્રીતિ પવાર (54 કિગ્રા), જેસ્મિન લાંબોરિયા (57 કિગ્રા), સાક્ષી ચૌધરી (51 કિગ્રા), અરુંધતી ચૌધરી (70 કિગ્રા) અને પ્રિયા ઘંઘાસ (60 કિગ્રા) એ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો.

દમદાર બોક્સર લવલીના બોરગોહેને (75 કિગ્રા) પણ જોરદાર મુકાબલો કર્યો અને દેશ માટે રજત પદક જીત્યો. પુરુષોની શ્રેણીમાં, સચિન સિવાચ (60 કિગ્રા) અને અંકુશે (70 કિગ્રા) શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ પદક જીત્યા, જ્યારે જાદુમણિ સિંહ (55 કિગ્રા) અને નરેન્દ્ર બેરવાલે (+90 કિગ્રા) રજત પદક મેળવ્યા. આમ, ભારતે બોક્સિંગમાં કુલ 10 મેડલ જીત્યા.

વેટલિફ્ટિંગ પહેલા મળ્યા 8 મેડલ

ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતનાર મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા વર્ગમાં વર્ચસ્વ જમાવીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. આ જ રમતમાં ઋષિકાંત સિંહ, રાજા મુથુપંડી, જ્ઞાનેશ્વરી યાદવ, વલ્લુરી અજય બાબુ, હરજિંદર કૌર અને લવપ્રીત સિંહે સિલ્વર મેડલ જીત્યા, જ્યારે બિંદ્યારાની દેવીએ બ્રેન્સ મેડલ જીત્યો. વેઈટલિફ્ટિંગ ટીમે દેશ માટે કુલ આઠ મેડલ્સ જીત્યા.

જૂડોમાં ધમાકેદાર પ્રદર્શન

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યા. અસ્મિતા ડે (મહિલા 48 કિગ્રા) અને હર્ષ સિંઘ (પુરુષ 60 કિગ્રા) એ આ રમતમાં દેશ માટે અનુક્રમે પ્રથમ અને બીજો સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો. આ ઉપરાંત, યામિની મૌર્યએ રજત અને ઉન્નતિ શર્માએ બ્રોન્સ મેડલ જીત્યો, જેનાથી જુડોમાં ભારતની કુલ મેડલની સંખ્યા ચાર થઈ ગઈ.

નીરજ ચોપડા અને ગુલવીર સિંહનો જલવો

સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો, જ્યારે તે જ સ્પર્ધામાં યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. તેણે 10,000 મીટર દોડમાં સિલ્વર અને 5,000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો. ટ્રિપલ જમ્પમાં પ્રવીણ ચિત્રવેલે સિલ્વર અને સેલ્વા પ્રભુએ બ્રોન્ઝ મેડલ જીત્યો. મુરલી શ્રીશંકર (લોંગ જમ્પ) અને સર્વેશ કુશારે (હાઈ જમ્પ) પણ સિલ્વર મેડલ જીત્યા.

પૈરા એથલીટોનું કેવુ રહ્યું પ્રદર્શન

ભારતીય ખેલાડીઓએ પેરા-એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું. સોમન રાણા (પુરુષોની શોટ પુટ F57), શર્મિલા ધનખર (મહિલાઓની શોટ પુટ F57) અને દિલીપ મહાદુ ગાવિત (પુરુષોની 100 મીટર T47) એ દેશ માટે ત્રણ સુવર્ણ ચંદ્રકો જીત્યા. આ જ સ્પર્ધાઓમાં શુભમ જુયાલ અને મોહમ્મદ બાસિલે રજ્ય ચંદ્રકો જીત્યા. પેરા-પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારે કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

આ પણ વાંચોઃ CWG 2026 ક્લોઝિંગ સેરેમની: ગ્લાસગોમાં ઉજવાશે રમત ઉત્સવનો આખરી જશ્ન

અંતિમ દિવસ આવો રહ્યો

સ્પર્ધાના અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓનો નસીબે પૂરેપૂરો સાથ આપ્યો ન હતો. જુડોમાં ઈશરૂપ નારંગ, અવતાર સિંહ અને યશ ઘંઘાસ મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા, જ્યારે ટ્રેક સાયકલિંગમાં હર્ષવીર સિંહ અને દિનેશ કુમાર ફાઇનલમાં સ્થાન મેળવવામાં ચૂકી ગયા હતા. તેમ છતાં, કુલ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સાથે ભારતનું ગ્લાસગો અભિયાન અત્યંત સફળ અને યાદગાર રહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cwg 2026 neeraj chopra to mirabai chanu india top medal winner list

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ