ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / CWG 2026 ક્લોઝિંગ સેરેમની: ગ્લાસગોમાં ઉજવાશે રમત ઉત્સવનો આખરી જશ્ન

સ્પોર્ટ્સ / CWG 2026 ક્લોઝિંગ સેરેમની: ગ્લાસગોમાં ઉજવાશે રમત ઉત્સવનો આખરી જશ્ન

Published By: Pravin Joshi

Last Updated: 10:30 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સ 2026 નો 11 દિવસીય રમત ઉત્સવ ગ્લાસગોના પ્રખ્યાત હાઇડ્રો એરેના ખાતે યોજાનારી ભવ્ય સમાપન સમારોહ (Closing Ceremony) સાથે પૂર્ણ થશે. આ સમારોહ ભારત માટે અત્યંત ખાસ રહેશે, કારણ કે 2030 ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતના અમદાવાદ શહેરમાં થવાનું હોવાથી ભારતને સત્તાવાર રીતે બેટન સોંપવામાં આવશે.

ADVERTISEMENT

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં 11 દિવસ સુધી ચાલેલા રોમાંચક રમતજગત બાદ આજે મોડી રાત્રે ગ્લાસગોના પ્રખ્યાત હાઇડ્રો એરેના ખાતે ક્લોઝિંગ સેરેમની યોજાશે. આ વખતની રમતોમાં માત્ર 10 રમતોનો જ સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં, ભારતીય બોક્સરો અને એથ્લેટ્સે ઐતિહાસિક પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. આગામી 2030 ના કોમનવેલ્થ રમતોનું આયોજન ભારતના અમદાવાદ શહેર ખાતે થવાનું છે, જેથી આ સમારોહ દરમિયાન ભારતને સત્તાવાર ફ્લેગ અને બેટન ટ્રાન્સફર કરવામાં આવશે.

ક્લોઝિંગ સેરેમનીમાં કોણ કરશે પર્ફોર્મ?

સમારોહની શરૂઆત એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનની ઉજવણી અને વોલન્ટિયર્સના આભાર વ્યક્ત કરવા સાથે થશે. ગ્લાસગો 2026 ના ચીફ માર્કેટિંગ અને સેરેમની ઓફિસર લુઇસા મહોને જણાવ્યું કે આ સમારોહ જોડાણ, લાગણીઓ અને જશ્નનો એક મોટો અવસર બનશે.

CWG-2030

આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો મંચ ગજવશે

શંકર મહાદેવન: 2030 ના મેજબાન દેશ ભારત અને અમદાવાદ તરફથી પ્રખ્યાત ભારતીય સંગીતકાર શંકર મહાદેવન ખાસ પર્ફોર્મન્સ આપશે.

સિમ્પલ માઇન્ડ્સ: સ્કોટિશ રોક બેન્ડ સિમ્પલ માઇન્ડ્સ ('Alive and Kicking', 'Waterfront', 'Promised You a Miracle' અને 'Belfast Child' જેવા હિટ ગીતો માટે જાણીતું) પર્ફોર્મ કરશે.

અન્ય કલાકારો: સ્કોટિશ આર્ટિસ્ટ BEMZ, કૈમી બાર્ન્સ અને સેન્ડી થોમસ પણ કલાત્મક પ્રસ્તુતિ આપશે.

ડેલ્ટા ગુડ્રેમ: ઓસ્ટ્રેલિયન ગાયિકા ડેલ્ટા ગુડ્રેમ કોમનવેલ્થ ગેમ્સ સેરેમનીમાં પોતાની ત્રીજી એપિયરન્સ આપશે.

ક્લોઝિંગ સેરેમનીનો સમય, સ્થળ અને લાઈવ ટેલિકાસ્ટ વિગતો

શરૂઆતનો સમય: ક્લોઝિંગ સેરેમની રવિવારે મોડી રાત્રે 1:30 વાગ્યે (ભારતીય સમયાનુસાર) શરૂ થશે.

સ્થળ: આ સમારોહ ગ્લાસગોના 'હાઇડ્રો' (Hydro Arena) માં યોજાશે, જ્યાં 13,000 દર્શકોની બેસવાની ક્ષમતા છે.

આ પણ વાંચોઃ MI છોડીને નથી જઇ રહ્યો હાર્દિક પંડ્યા! CSK સાથે ટ્રેડની ચર્ચા વચ્ચે સામે આવી સચ્ચાઈ

લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ

TV ટેલિકાસ્ટ: સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર સીધું પ્રસારણ થશે.

ઓનલાઇન સ્ટ્રીમિંગ: સોની લિવ (SonyLIV) એપ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

ફ્રી ટેલિકાસ્ટ: DD ફ્રી ડિશ (DD Free Dish) ના માધ્યમથી પણ ફ્રીમાં લાઈવ જોઈ શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CWG2026 ClosingCeremony Glasgow2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ