બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / MI છોડીને નથી જઇ રહ્યો હાર્દિક પંડ્યા! CSK સાથે ટ્રેડની ચર્ચા વચ્ચે સામે આવી સચ્ચાઈ

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / MI છોડીને નથી જઇ રહ્યો હાર્દિક પંડ્યા! CSK સાથે ટ્રેડની ચર્ચા વચ્ચે સામે આવી સચ્ચાઈ

Last Updated: 02:57 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સ છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાવાના અહેવાલો પર હવે મોટું અપડેટ સામે આવ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સે ટ્રેડને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે.

1/6

photoStories-logo

1. MI છોડીને નથી જઇ રહ્યો હાર્દિક પંડ્યા!

IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સમાં ટ્રેડ થઈ શકે છે તેવી અનેક મીડિયા રિપોર્ટ્સ સામે આવી હતી. જોકે હવે મુંબઈ ઇન્ડિયન્સે સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ પણ ફ્રેન્ચાઇઝી સાથે ખેલાડીઓના ટ્રેડને લઈને કોઈ ચર્ચા થઈ નથી. ટીમ હાલમાં સિઝનના પરફોર્મન્સની સમીક્ષા કરવામાં વ્યસ્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મુંબઈ ઇન્ડિયન્સે ટ્રેડના અહેવાલોને ફગાવ્યા

મુંબઈ ઇન્ડિયન્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે હાલ ટીમનો પોસ્ટ-સીઝન રિવ્યૂ ચાલી રહ્યો છે. ટીમના દરેક પાસાની સમીક્ષા કરવામાં આવી રહી છે. હાલ કોઈ પણ ખેલાડીના ટ્રેડ માટે ચેન્નાઈ સુપર કિંગ્સ કે અન્ય કોઈ ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત કરવામાં આવી નથી. રિવ્યૂ પૂર્ણ થયા બાદ જ આગળના નિર્ણય લેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. હાલમાં તમામ વિકલ્પો પર થઈ રહી છે ચર્ચા

ફ્રેન્ચાઇઝીના જણાવ્યા મુજબ ટીમમાં સુધારો કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. ખેલાડીઓની કામગીરી, ટીમનું સંતુલન અને ભવિષ્યની વ્યૂહરચના સહિતના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ટ્રેડ અંગેની અટકળોમાં કોઈ સત્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હાર્દિક પંડ્યાને લઈને કેમ શરૂ થઈ ચર્ચા?

હાર્દિક પંડ્યા 2024માં ફરી મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા હતા અને તેમને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ત્યારબાદ ટીમમાં આંતરિક મતભેદ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. એવી પણ ચર્ચા હતી કે ટીમ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. સતત ખરાબ પ્રદર્શનને કારણે આ અટકળોને વધુ બળ મળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 2020 બાદ મુંબઈ ઇન્ડિયન્સને નથી મળ્યો ખિતાબ

મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લે 2020માં IPL ટ્રોફી જીતી હતી. ત્યારથી ટીમ એકપણ ટાઇટલ જીતી શકી નથી. IPL 2026માં પણ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. જેના કારણે આગામી સિઝન પહેલા કેટલાક ફેરફારો થઈ શકે છે પરંતુ હાર્દિક પંડ્યાના ટ્રેડ અંગે હાલ કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હવે શું થઈ શકે?

મુંબઈ ઇન્ડિયન્સનો સિઝન રિવ્યૂ પૂર્ણ થયા બાદ જ ટીમ આગામી સિઝન માટેની વ્યૂહરચના જાહેર કરશે. ખેલાડીઓની જાળવણી, ટ્રેડ અને નવા ખેલાડીઓ અંગેના નિર્ણયો ત્યારબાદ લેવામાં આવશે. હાલ માટે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો જ ભાગ છે અને CSK સાથે ટ્રેડની ચર્ચા માત્ર અટકળો હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Mumbai Indians CSK Trade
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ