બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારનો મોટો પ્લાન, હવે ગાડીઓ એકબીજા સાથે શેર કરશે સ્પીડ-લોકેશન જેવી માહિતી, 2027થી શરૂ થઈ શકે સિસ્ટમ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / સરકારનો મોટો પ્લાન, હવે ગાડીઓ એકબીજા સાથે શેર કરશે સ્પીડ-લોકેશન જેવી માહિતી, 2027થી શરૂ થઈ શકે સિસ્ટમ

Last Updated: 02:41 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

V2V System in India 2027: ભારત સરકાર રોડ અકસ્માતો ઘટાડવા અને ડ્રાઇવિંગને પહેલાં કરતાં વધુ સુરક્ષિત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. સરકાર એક નવી ટેક્નોલોજી રજૂ કરવાની તૈયારી કરી રહી છે જે વાહનોને એકબીજા સાથે સંવાદ કરવાની ક્ષમતા આપશે એટલે કે કાર પરસ્પર સંપર્ક સાધવા માટે સંકેતોની આપ-લે કરશે. આ ટેક્નોલોજીને 'V2V કોમ્યુનિકેશન સિસ્ટમ' નામ આપવામાં આવ્યું છે.

1/5

photoStories-logo

1. મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશનની કરી જાહેરાત

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા આ પ્રણાલીના અમલીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ માટે મંત્રાલયે 'સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989'માં સુધારા કરવા અંગેની એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી છે. જો આ નિયમનો અમલ કરવામાં આવે, તો આગામી વર્ષોમાં નવા વાહનો એકબીજા સાથે સીધી માહિતીની આપ-લે કરી શકશે, જેનાથી માર્ગ પર થતા અનેક ગંભીર અકસ્માતોને તે થાય તે પહેલાં જ રોકવામાં મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શું છે V2V કમ્યુનિકેશન સિસ્ટમ?

V2V એટલે વ્હીકલ ટૂ વ્હીકલ કમ્યુનિકેશન એવી ટેક્નીક છે. જેમાં, રસ્તા પરનાં બે કે તેથી વધુ વાહનો વાયરલેસ રીતે સતત એકબીજા સાથે માહિતીની આપ-લે કરે છે. આ ટેક્નોલોજી દ્વારા, વાહનો રીઅલ-ટાઇમમાં એકબીજાને મહત્વપૂર્ણ માહિતી જેમ કે ગતિ, સ્થાન, દિશા, બ્રેકિંગની સ્થિતિ અને પ્રવેગ મોકલશે. જો આગળનું વાહન અચાનક બ્રેક મારે, ખોટી દિશામાંથી આવે અથવા અકસ્માતનો ભોગ બનવાની સ્થિતિમાં હોય, તો પાછળ આવતા વાહનને તાત્કાલિક ચેતવણી મળશે. આનાથી ડ્રાઇવર સમયસર સાવચેતીનાં પગલાં લઈ શકે છે, જેનાથી અકસ્માતની શક્યતા નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ક્યારથી લાગૂ થશે નવો નિયમ?

સરકાર આ ટેક્નોલોજીનો અમલ એકસાથે નહીં કરે. તેના બદલે, તેને બે તબક્કામાં લાગુ કરવાની યોજના છે. 1 ઓક્ટોબર, 2027 થી, V2V સિસ્ટમથી સજ્જ L, M અને N શ્રેણીના વાહનોને આ નિયમ લાગુ પડશે. આવા વાહનોએ AIS-230 ધોરણનું પાલન કરવું પડશે. 1 ઓક્ટોબર 2028 થી, આ તમામ કેટેગરીના નવા વાહનો માટે V2V કોમ્યુનિકેશન સિસ્ટમ્સનું ઇન્સ્ટોલેશન ફરજિયાત બની જશે અને તમામ વાહનોનું ઉત્પાદન AIS-230 ધોરણોને અનુરૂપ કરવું પડશે. સરકારનું કહેવું છે કે આ નિયમનો તબક્કાવાર અમલ કરવાથી કંપનીઓ અને અન્ય હિતધારકોને નવી ટેક્નોલોજી અપનાવવા માટે પૂરતો સમય મળી રહેશે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં બાઇકથી લઈને કાર, SUV, બસ અને ટ્રક સુધીના તમામ વાહનો આ ટેક્નોલોજીથી સજ્જ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કઇ ટેકનીકનો થશે ઉપયોગ?

મંત્રાલયે V2V અને અન્ય ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ (ITS) માટે 5.875 GHz થી 5.925 GHz ફ્રિકવન્સી બેન્ડની પસંદગી કરી છે. મહત્વની વાત એ છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ જૂન 2026થી અમલમાં આવે તે રીતે આ ફ્રિકવન્સી બેન્ડના ઉપયોગને લાયસન્સની આવશ્યકતાઓમાંથી મુક્તિ આપી છે. આનાથી ઓટોમોટિવ કંપનીઓ માટે આ ટેક્નોલોજી અપનાવવી સરળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ADAS થી કેવી રીતે અલગ છે V2V?

આજકાલ ઘણી નવી કાર 'એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ' (ADAS) થી સજ્જ હોય ​​છે. આ સિસ્ટમો આસપાસના વાતાવરણને પારખવા માટે કેમેરા, રડાર અને સેન્સર્સનો ઉપયોગ કરે છે. જોકે, V2V ટેક્નોલોજી એક ડગલું આગળ વધે છે. તે માત્ર સેન્સર્સ પર આધાર રાખવાને બદલે અન્ય વાહનો પાસેથી સીધી માહિતી મેળવે છે. આનો અર્થ એ છે કે જો કોઈ વળાંક પર કોઈ વાહન અચાનક અટકી ગયું હોય અથવા આગળ કોઈ જોખમ હોય, તો V2V સિસ્ટમ અગાઉથી જ ચેતવણી આપી શકે છે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MoRTH issued draft notification V2V System in India 2027
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ