બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : મોરબીના વીરપરડા ગામે કૂવામાં રહસ્યમય રીતે પાણી હાલક-ડોલક થયું, વીડિયો જોઈને દંગ થઈ જશો

નવાઈ / VIDEO : મોરબીના વીરપરડા ગામે કૂવામાં રહસ્યમય રીતે પાણી હાલક-ડોલક થયું, વીડિયો જોઈને દંગ થઈ જશો

Published By: Hiralal Parmar

Last Updated: 03:28 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના વીરપરડા ગામે આવેલા એક કૂવામાં પાણી અચાનક રહસ્યમય રીતે ઉપર આવી જતાં ગામલોકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું.

ભારે વરસાદ બાદ મોરબીના એક ગામમાં રહસ્યની ઘટના સામે આવી છે. વીરપરડા ગામે કૂવામાં રહસ્યમય રીતે પાણી હાલક-ડોલક થતાં ગામલોકો ચોંકી ગયા હતા. છેલ્લા બે દિવસથી પુરા ભરાયેલા કૂવાનું પાણી અચાનક ઉપર આવી ગયું હતું અને પછી નીચે જતું રહ્યું. બીજી મોટી વાત તો એ છે કે આસપાસના અન્ય કૂવાઓમાં પાણી સ્થિર છે માત્ર આ એક જ કૂવામાં આવું બની રહ્યું છે તેવો ગામલોકોનો દાવો છે.

કૂવાના તળિયે શું બની રહ્યું છે?

પર્યાવરણવીદ વી.ડી.બાલાએ ઘટનાની વૈજ્ઞાનિક તપાસ જરૂરી ગણાવી હતી. કૂવાના તળિયે આખરે એવું તે શું બની રહ્યું છે કે પાણી હિલોળે ચડ્યું છે તે રહસ્યનો વિષય છે. મોરબી ગ્રામ્ય મામલતદારે સર્કલ અધિકારીને સ્થળ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ જ કૂવાના પાણીના રહસ્ય પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.

વધુ વાંચો : પતિના ફોટા સાથે મહિલા પ્રોફેસરનો વીડિયો વાયરલ: પત્નીએ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતાં મામલો ચર્ચામાં

વીડિયો સામે આવ્યો

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કૂવાનું પાણી અચાનક ઉપર આવે છે અને થોડી વાર હિલોળે ચડ્યા બાદ આપમેળે નીચે જતું રહે છે. આજુબાજુમાં પણ પાણી ભરાયેલું જોઈ શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain update, morbi rain gujarat rain update gujarat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ