બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પતિના ફોટા સાથે મહિલા પ્રોફેસરનો વીડિયો વાયરલ: પત્નીએ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતાં મામલો ચર્ચામાં

ગુજરાત / પતિના ફોટા સાથે મહિલા પ્રોફેસરનો વીડિયો વાયરલ: પત્નીએ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતાં મામલો ચર્ચામાં

Published By: Nidhi Panchal

Last Updated: 02:56 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એક મહિલા પ્રોફેસરને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટા વાયરલ કરી અનૈતિક સંબંધોના આક્ષેપ કરાતા મહિલા પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં એક મહિલા પ્રોફેસરને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટની એક મહિલાએ પોતાના પતિને આ મહિલા પ્રોફેસર સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કરીને ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો વાઈરલ કરી દેતાં મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે.

tution-madam

આ ઉપરાંત યુવતીના પરિવારજનોને પણ ફોન પર ગાળો આપતા ભોગ બનનાર મહિલા પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક ખાનગી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એક મહિલા પ્રોફેસર અગાઉ રાજકોટમાં રહેતાં હતાં. તેઓ રાજકોટમાં ટ્યૂશન ક્લાસ ચલાવતાં હતાં ત્યારે નવીનભાઈ ચાંડપા નામની વ્યક્તિની બે દીકરીને ટ્યૂશન આપવા માટે તેમના ઘરે જતાં હતાં. આ પ્રોફેશનલ પરિચયનો ગેરલાભ ઉઠાવીને નવીનભાઈનાં પત્ની જયશ્રીબહેન ચાંડપાએ મહિલા પ્રોફેસર પર પોતાના પતિ સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ કર્યો છે.

એક વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો

જયશ્રીબહેને ફરિયાદી યુવતી અને પોતાના પતિના ફોટા સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતોમળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૫ જુલાઈના રોજ રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદી મહિલા પ્રોફેસરને જાણ થઈ હતી કે બીજાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર તેમનો એક વીડિયો અપલોડ કરાયો છે. આ ૪૯ સેકન્ડના વીડિયો મહિલા પ્રોફેસર અને નવીનભાઈના ફોટા સાથે પતિ-પત્નીની મારામારીનો હતો.

આ પણ વાંચો : ત્રાસની હદ! પતિના અત્યાચારથી પત્નીનું 20 કિલો વજન ઘટ્યું, પતિ માતા સાથે વાત કરતો રહ્યો અને પરિણીતા પિયરે પહોંચી

તેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, મારા પતિને આ પ્રોફેસર સાથે આડા સંબંધ છે, હું ના પાડું તો મારો પતિ મને ઢોર માર મારી છૂટાછેડા માગે છે અને બાળકોને મારી નાખવાની ધમકી આપે છે. એટલું જ નહીં કેપ્શનમાં ફરિયાદી મહિલા પ્રોફેસર અમદાવાદ શિફ્ટ થઈ ગયા હોવા છતાં તેમના પતિ તેમને મળવા જતા હોવાનો આરોપ લગાવી, યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત મહિલા પ્રોફએસરની માતા પર પણ જયશ્રીબહેને ફોન કરી અપશબ્દો કહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Professor Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ