ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / ''મને 2 જ મહિનામાં ગ્રીન કાર્ડ....'', અને US સેનાના પૂર્વ જવાન સાથે લગ્ન કરનારી ભારતીય મહિલા બની નિંદાનો શિકાર
Last Updated: 01:38 PM, 2 August 2026
ADVERTISEMENT
અમેરિકામાં રહેતી એક ભારતીય મહિલા સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોના કારણે ભારે ચર્ચામાં આવી છે. તેણે દાવો કર્યો કે અમેરિકન આર્મીના પૂર્વ જવાન સાથે લગ્ન કર્યા બાદ તેને માત્ર બે મહિનામાં જ ગ્રીન કાર્ડ મળી ગયું.આ વીડિયો મૂળ અમેરિકન સૈનિક પરિવારોને મળતા લાભો વિશે હતો. પરંતુ ગ્રીન કાર્ડનો ઉલ્લેખ સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ મહિલાની ટીકા કરી તો ઘણા યુઝર્સ તેના સમર્થનમાં પણ ઊતર્યા. આ વીડિયો હવે લાખો લોકો સુધી પહોંચી ગયો છે અને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ વીડિયો Instagram પર @meghamitch એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં મહિલા અને તેના પતિ અમેરિકન સૈનિક પરિવારોને મળતા ફાયદાઓ વિશે વાત કરે છે. કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે અમેરિકન સૈનિક સાથે લગ્ન કર્યા બાદ તેમને એવા ઘણા લાભો મળ્યા છે જેના વિશે ઘણા લોકોને જાણ નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
વીડિયોમાં મહિલાએ પ્રથમ લાભ તરીકે જીવનભર મફત શિક્ષણની વાત કરી હતી. તેના પતિએ જણાવ્યું કે અમેરિકાના કોઈપણ માન્ય શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરી શકાય છે અને અભ્યાસ દરમિયાન દર મહિને ભથ્થું પણ મળે છે.બીજા લાભ તરીકે હેલ્થકેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહિલાના પતિએ દાવો કર્યો કે સૈનિક પરિવારના સભ્યોને દેશભરમાં ઉપલબ્ધ સુવિધાઓ હેઠળ જીવનભર આરોગ્ય સંબંધિત સેવાઓ મળી શકે છે.
ADVERTISEMENT
વીડિયોમાં ત્રીજા લાભ તરીકે ઘર ખરીદવાની પ્રક્રિયા વિશે વાત કરવામાં આવી હતી. મહિલાના પતિએ જણાવ્યું કે પાત્ર સૈનિક પરિવારો માટે ઘર ખરીદવામાં ખૂબ ઓછી કાગળની કાર્યવાહીનો ખર્ચ થાય છે. મહિલાએ જણાવ્યું કે માત્ર આશરે 140 ડોલરની પ્રક્રિયા ફી ચૂકવીને ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ બની શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 50 દેશો માટે Americaએ વિઝા બોન્ડ પ્રોગ્રામ કર્યો કાયમી, જાણો ભારત છે કે નહીં?
ADVERTISEMENT
ચર્ચા ત્યારે વધી જ્યારે આ જ દંપતિનો એક અન્ય વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેમાં મહિલાએ કહ્યું હતું કે અમેરિકન આર્મીના પૂર્વ જવાન સાથે લગ્ન કર્યા બાદ તેને માત્ર બે મહિનામાં ગ્રીન કાર્ડ મળી ગયું હતું. તેના પતિએ અમેરિકાની સેનામાં સેવા આપી હતી અને બે યુદ્ધોમાં ભાગ લીધો હોવાનું પણ વીડિયોમાં જણાવાયું હતું. આ દાવા બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવ્યા કે શું સૈનિક સાથે લગ્ન કરવાથી ગ્રીન કાર્ડની પ્રક્રિયા એટલી ઝડપથી પૂર્ણ થઈ શકે છે. ત્યારબાદ આ વીડિયો X પર પણ શેર થયો અને ત્યાંથી ચર્ચા વધુ તેજ બની.

ઘણા યુઝર્સે મહિલા પર ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયાનો ગર્વ લેવાનો આરોપ લગાવ્યો. કેટલાક લોકોએ કડક શબ્દોમાં તેની ટીકા કરી અને લગ્ન પાછળના હેતુ અંગે પણ સવાલો ઉઠાવ્યા. જોકે ઘણા યુઝર્સ મહિલાના સમર્થનમાં પણ આવ્યા. કેટલાકે કહ્યું કે વીડિયોમાં મહિલા પોતાના પતિની સિદ્ધિઓ અને સૈનિક પરિવારોને મળતા લાભોની માહિતી આપી રહી હતી. તેમના મતે પૂર્વ સૈનિકની સેવા અને પરિવારને મળતી સુવિધાઓ અંગે વાત કરવી ખોટી નથી અને તેના આધારે દંપતિને નિશાન બનાવવું યોગ્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.
વધુ વાંચો