બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ત્રણ વર્ષમાં ₹3,708 કરોડની બેન્ક છેતરપિંડી સાથે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે, ફ્રોડની રકમમાં 45.6%નો વધારો
Last Updated: 03:13 PM, 4 August 2026
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં રૂ. ૩,૭૦૭.૭ કરોડની બેન્કિંગ છેતરપિંડી નોંધાઈ છે. આ સાથે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે રહ્યું છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના તાજેતરના આંકડાઓમાં સામે આવી છે.
ADVERTISEMENT
સત્તાવાર રિપોર્ટ મુજબ, રાજ્યમાં નોંધાયેલી બેન્ક છેતરપિંડીનો આંકડો દર વર્ષે વધતો ગયો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯૮૬.૨ કરોડના ફ્રોડ નોંધાયા હતા, જે ૨૦૨૪-૨૫માં ૩૦.૪ ટકા વધીને રૂ. ૧,૨૮૫.૯ કરોડ થયા હતા. ત્યાર બાદ ૨૦૨૫-૨૬માં વધુ ૧૧.૬ ટકા વધીને રૂ. ૧,૪૩૫.૬ કરોડ સુધી પહોંચ્યા. આમ, ત્રણ વર્ષમાં બેન્ક ફ્રોડની કુલ રકમમાં ૪૫.૬ ટકાનો વધારો નોંધાયો છે.
મહારાષ્ટ્ર (રૂ. ૩૨,૨૯૭.૯ કરોડ) આ યાદીમાં પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યાર બાદ દિલ્હી (રૂ. ૧૬,૩૯૬.૬ કરોડ), પશ્ચિમ બંગાળ (રૂ. ૧૦,૩૦૯.૬ કરોડ), તેલંગાણા (રૂ. ૫,૨૭૫.૬ કરોડ) અને તામિલનાડુ (રૂ. ૪,૧૮૬.૨ કરોડ)નો ક્રમ આવે છે.
ADVERTISEMENT
બેન્કિંગ ક્ષેત્રનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, ગ્રાહકોમાં જાગૃતિ વધતાં અને બેન્કોની મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનતાં છેતરપિંડીના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી છેતરપિંડીની પદ્ધતિમાં ખાસ ફેરફાર આવ્યો નથી. નકલી કેવાયસી અપડેટ, એપીકે લિંક, બેન્ક અધિકારી બની ફોન કરવો, ક્રેડિટ કાર્ડ ઓફર અથવા બિલ પેમેન્ટના નામે વિગતો મેળવવા જેવા કૌભાંડો હજુ પણ સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને ટેક્નોલોજીથી ઓછા પરિચિત વરિષ્ઠ નાગરિકો વધુ નિશાન બને છે.
સાયબર ક્રાઇમના તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, છેતરપિંડીની ફરિયાદ પ્રથમ કલાકમાં સાયબર હેલ્પલાઇન અથવા પોલીસને કરવામાં આવે તો રકમ ફ્રીઝ અથવા પરત મળવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. મોડી ફરિયાદને કારણે રિકવરીની સંભાવના ઘટી જાય છે.
ADVERTISEMENT
ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં રૂ. ૩૭૦૭.૭ કરોડમાંથી માત્ર રૂ. ૯૬.૫૮ કરોડ (૨.૬ ટકા)ની જ વસૂલાત થઈ છે. મહારાષ્ટ્રમાં રિકવરી દર ૩ ટકા, કર્ણાટકમાં ૨.૩ ટકા રહ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળે ૧૬.૧ ટકાની રિકવરી સાથે સૌથી સારું પ્રદર્શન કર્યું.
આ પણ વાંચોઃ રાજકોટના લોથડા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી 2 બાળકોના મોત
ADVERTISEMENT
આરબીઆઈના આંકડા દર્શાવે છે કે મોટા ભાગની બેન્કિંગ છેતરપિંડી દેશના મુખ્ય વેપારી અને નાણાકીય રાજ્યોમાં કેન્દ્રિત છે. તેમ છતાં ગુજરાતે કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા અનેક મોટા રાજ્યો કરતાં વધુ બેન્ક ફ્રોડ નોંધાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.