બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / કેનેડામાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે નવા નિયમો, હવે આટલું ધ્યાન રાખજો

Way To Videsh / કેનેડામાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે નવા નિયમો, હવે આટલું ધ્યાન રાખજો

Published By: Kalpesh Kandoria

Last Updated: 10:00 AM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માત્ર તેમની સ્ટડી પરમિટમાં દર્શાવેલી શરતો મુજબ જ કામ કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થી પરમિશન વગર અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને કામ કરે છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે હાયર એજ્યુકેશન માટે કેનેડા લાંબા સમયથી સૌથી પસંદગીનું ડેસ્ટિનેશન રહ્યું છે. અભ્યાસની સાથે પાર્ટ-ટાઇમ કામ કરીને કમાણી કરવાની તક પણ વિદ્યાર્થીઓને આકર્ષે છે. જોકે હવે કેનેડાના ઇમિગ્રેશન વિભાગે (IRCC) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વર્ક સંબંધિત નિયમોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે

તાજેતરમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટેની અરજીઓ રિજેક્ટ કરી દેવાઈ, કારણ કે તેમના અભ્યાસક્રમો PGWP માટેની પાત્રતા (Eligibility)માં આવતા નહોતા. આ વિવાદ વચ્ચે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટની તમામ શરતોનું કડક પાલન કરવું જરૂરી છે.

સ્ટડી પરમિટ મુજબ જ કરી શકાશે કામ

IRCCના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માત્ર તેમની સ્ટડી પરમિટમાં દર્શાવેલી શરતો મુજબ જ કામ કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થી પરમિશન વગર અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને કામ કરે છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

નિયમોનો ભંગ કરવાથી ભવિષ્યમાં,

વર્ક પરમિટ નકારવામાં આવી શકે છે, અન્ય ઇમિગ્રેશન અરજીઓ પર નકારાત્મક અસર પડી શકે છે, ગંભીર કેસોમાં ડિટેન્શન અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ઓફ-કેમ્પસ કામ માટે 24 કલાકની મર્યાદા

IRCCએ ખાસ કરીને ઓફ કેમ્પસ કામ કરતા વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું છે કે જો તેઓ ઓફ કેમ્પસ કામ માટે પાત્ર હોય, તો નિયમિત શૈક્ષણિક સત્ર દરમિયાન તેઓ અઠવાડિયામાં વધુમાં વધુ 24 કલાક જ કામ કરી શકે છે.

જો કોઈ વિદ્યાર્થી 24 કલાકથી વધુ કામ કરે છે, તો તેને સ્ટડી પરમિટની શરતોનું ઉલ્લંઘન માનવામાં આવશે.

નિયમો તોડવાથી શું થઈ શકે અસર?

24 કલાકથી વધુ કામ કરવું અથવા અન્ય વર્ક સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાથી ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

જેમકે, ભવિષ્યમાં વર્ક પરમિટ રિજેક્ટ થઈ શકે છે, કેનેડામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે, ઇમિગ્રેશન પ્રક્રિયા પર નકારાત્મક અસર થઈ શકે છે, ગંભીર કેસોમાં કાનૂની કાર્યવાહી અથવા ડિપોર્ટેશન જેવી કાર્યવાહી થઈ શકે છે.

વિદ્યાર્થીઓ માટે IRCCની સલાહ

IRCCએ તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામ શરૂ કરતા પહેલાં પોતાની સ્ટડી પરમિટની તમામ શરતો ધ્યાનથી વાંચવાની અને ઓફિશિયલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે.

જો તમે હાલમાં કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છો અથવા ત્યાં ભણવા જવાનું આયોજન કરી રહ્યા છો, તો પાર્ટ-ટાઇમ કામ શરૂ કરતા પહેલાં નવા નિયમોની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે. કારણ કે નિયમોની નાની ભૂલ પણ તમારા કેનેડાના ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Study Permit Work Limit Canada New Work Rules International Students Canada

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ